Latest

જામનગર ખાતે 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ. કચેરી ખાતે રક્તદાન કેમ્પનું કરાયું આયોજન.

જામનગર : માનવ જિંદગી અમૂલ્ય છે જેને બચાવવા લોહી એક મહત્વનું તત્વ છે. લોહીની આકસ્મિક જરૂરિયાત કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે પડી શકે છે અને તેથી જ આવા સંજોગોમાં લોકોની જરૂરિયાતને પહોંચી વળવા અને આકસ્મિક સંજોગોમાં તેઓને મદદરૂપ થવા 33 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ-2023 ની ઉજવણી અંતર્ગત આર.ટી.ઓ., જામનગર, જિલ્લા પોલીસ ટ્રાફિક શાખા તથા ટ્રાફિક એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આર.ટી.ઓ. કચેરી જામનગર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં જામનગરના નાગરિકો તથા આર.ટી.ઓ., પોલીસ સહિતના સ્ટાફે સહભાગી થઈ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી હતી. અને આ રક્તદાન કેમ્પમાં 87 લોકો તથા કર્મીઓએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ શહેરની જી.જી.હોસ્પિટલ તેમજ થેલેસેમિયા તથા કેન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં આવે તે પ્રકારનું ઉમદા આયોજન જામનગર આર.ટી.ઓ. શ્રી જે.જે. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.આ રક્તદાન કેમ્પમાં શ્રી ગીરીશભાઈ બરશાએ 52 મી વખત રક્તદાન કરી રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું અનેરૂ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.

આ પ્રસંગે પ્રા.ડો. અનુપ ઠાકર, ડાયરેક્ટર ITRA જામનગર, શ્રી જીતુભાઈ લાલ, ટ્રસ્ટી જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી જે. જે.ચુડાસમા , RTO જામનગર, શ્રી જી.વી.તલસાણીયા, ARTO દેવભૂમિ દ્વારકા, શ્રી એસ.આર. કટારમલ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, શ્રી ડી.સી.જાડેજા ડિવિઝનલ કન્ટ્રોલર GSRTC, શ્રી એ.એચ. ચોવટ પો.સ.ઇ.ટ્રાફિક શાખા, ડૉ.શ્વેતાબેન ઉપાધ્યાય, એસો. પ્રા. & હેડ IHBT જી.જી. હોસ્પિટલ જામનગર, શ્રી વિક્રમસિંહ ઝાલા, મેનેજીંગ ટ્રસ્ટી મોક્ષ ફાઉન્ડેશન, શ્રીમતી સોનલબેન જોશી, NSS ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર,

શ્રી રીક્ષિત પારેખ, શતકવીર રક્તદાતા, ડો. ભૂમિકા શિંગાળા, રેસિડેન્ટ ડોક્ટર ટીમ ઇનચાર્જ, ડો. ધરતી કાનાણી,
શ્રી વેદપ્રકાશ ભટ્ટ, રક્તદાતા તેમજ આર.ટી.ઓ. તથા પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *