ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં “પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવ”નો સમાપન સમારોહ યોજાયો.
આ સમાપન સમારોહમાં માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સંબોધ્યું કે, સંસ્કૃત દેવ વાણી છે. સંસ્કૃત રાષ્ટ્રનો આત્મા છે. સંસ્કૃત બોલવાથી શરીરના હોર્મોન્સ બેલેન્સ થાય છે. મનને આંનદ આપે તે ભાષા સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા વધુને વધુ નાગરિકો સુધી પહોચાડવા બદલ ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં માન. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સંસ્કૃતપ્રેમી વિદ્વાનો તેમજ શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.