ઘર બની જતા સમગ્ર સમસ્યાઓમાંથી છુટકારો મેળવતા ભરૂચના નારાયણ નગરના પદમાબેન અરવિંદભાઈ
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરતાં સરકાર તરફથી ઘર બનાવવા માટે ૩,૫૦,૦૦૦ રૂપીયા મળ્યા જેના થકી હું આજે સરસ નવા ઘરમાં રહું છું. – લાભાર્થી
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી ભરૂચ જિલ્લાના વિસ્તારના લોકો પણ સરકારની કલ્યાણકારી ૧૭ જેટલી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યાં છે અને ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ પોતાને મળેલી વિવિધ સુવિધાના સુખદ અનુભવ પણ જણાવી રહ્યાં છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભરૂચ શહેરી વિસ્તારના લાભાર્થી પદમાબેન અરવિંદએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ભાવભેર પોતાનો સુખદ અનુભવ વ્યક્ત કર્યો હતો.
૩૭ વર્ષના પદમાબેન અરવિંદભાઈને મહાનુભાવના હસ્તે ચાવીની પ્રતિકૃતિ આપવામાં આવી હતી. ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતાં જ પદમાબેનને સુખદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભરૂચના નારાયણ પાર્કમાં રહું છું. ચોમાસામાં દરમ્યાન મારા ઘરમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને નુકસાન થતું હતું.
પાણી ભરાતા મારા નાના છોકરા રાત્રે સૂઈ નહોતા શકતાં, આજે ઘર બની જતા આવી સમગ્ર સમસ્યાઓમાંથી છુટકારો મળ્યો છે. આવાસનું ફોર્મ ભરતાં સરકાર તરફથી ઘર બનાવવા માટે ૩,૫૦,૦૦૦ રૂપીયા મળ્યા જેના થકી હું આજે સરસ નવા ઘરમાં રહું છું.
હવે તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે. આમ કહી પદમાબેનને જીવન સુવિધાયુક્ત બનાવવા બદલ વડાપ્રધાનશ્રી તેમજ સરકારનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી ભરૂચ જન-જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પહોંચી રહ્યો છે. આ રથના માધ્યમથી શિક્ષણ, પોષણ, આરોગ્ય તેમજ ખેતી સહિત ૧૭ વિવિધ યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતા લાભાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યાં છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.