Latest

ઉતરાખંડ ટનલમાં ફસાયેલા કામદારોએ બતાવ્યો અદભુત અનુભવ.

નીચે પડેલ કેળાની છાલ મગફળી વીણીને પેટ ભરતા ૪૦ જણાને મળતો ખોરાક વ્યવસ્થિત સમાન ભાવે આપવામાં આવેલ.

લોકોએ કરેલ પ્રાર્થનાથી અમારું મનોબળ ટકી રહ્યું છે ખરેખર ખાણમાં ટનલમાં કામ કરતાં કામદારોની સખત મહેનત મોતના મુખમાંથી રહી પોતાને મજબૂત કરી કરાતું કાર્ય અદભુત હોય છે.

તાજેતરમાં ઉતરાખંડમાં બનેલ ઘટના સર્વના દિલની ધડકનને ચમ ચાવનારી રહી તેનો અનુભવ પ્રસિદ્ધ ટીવી ચેનલ ઇન્ડિયન આઇડોલ પર તેને સન્માનિત કરી પ્રસારિત થયો ત્યારે ટનલમાં ૮૦ મીટર નીચે પહોંચવા માત્ર ૩૬ કલાકનો જ સમય બાકી હતો અને દૂર ગામથી હસનભાઈ ને ૧ કલાકમાં આ જગ્યા પર પહોંચવાનું હતું અને તે પહોંચા તાત્કાલિક કામ તેની ટીમના ૧૦ કામદારોએ ખોદકામ ચાલુ કર્યું

ત્યારે નીચે નાની જગ્યામાં ખોદકામ થી મજૂરોની કોણીમાં હાથમાં જોડાયું લોહી નીકળ્યું ઉપરથી રેતી પથ્થરો માથે પડ્યા શ્વાસ ફુલી ગયો ત્યારે એક બાદ બીનીને મોકલી માત્ર ૨૭ કલાકમાં નીચે કામદારો સુધી પહોંચી કામદારોને બચાવવાનો આનંદ ભારતના લોકોને આપ્યો. ૪૦ કામદારોને જમવાનું ન મળતા કેટલાય દિવસ નીચે પડેલી કેળાની છાલ મગફળીના ફોતરા કાજુના કટકા વીણીને પેટ ભરતા તથા ઉપરથી જ્યારે ખોરાક આવતો ત્યારે વ્યવસ્થિત ડિસિપ્લિન થી સર્વને ભાગ પાડી આપતા.

અંધકારની અંદર થોડી જગ્યા માં ૧૮ દિવસ અમોને જ્યારે બચાવવાના સરકારના પ્રયાસોની જાણ થઈ ત્યારે અમારા જીવનમાં જીવ આવેલ તથા લોકોએ કરેલ પ્રાર્થનાથી અમારું મનોબળ ટકી રહેલ બ્રહ્માકુમારીઝ મીડિયાના સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર ઉતરાખંડના ૧૫ સેવાકેન્દ્ર પર નિયમિત કામદારોને બચાવવા રાજયોગા અભ્યાસ પ્રાર્થના ૧ કલાક રાખવામાં આવેલ તથા અનેક મંદિરોમાં પ્રાર્થના શુભ ભાવના અંત કરણની ભાવના રાખવામાં આવેલ જેની શક્તિ ૪૦ જણાના મનોબળને ટકાવવા સફળ નીવડેલ. તેનો અનુભવ પણ કામદારોએ વર્ણવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *