હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે ડિસેમ્બર ૨૦૨૪ મા કુંભારીયા જૈન દેરાસર થી રીછડી સુધી બનેલા આરસીસી રોડ મા ભારે પોલમપલ જોવા મળે છે. લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં પોલમ પોલ જોવા મળે છે. પુજપુર રજાક નામનો કોન્ટ્રાક્ટર શેખી મારી છે કે વીજીલેન્સ જોડે તપાસ કરાવશો તો પણ મારા કામમાં ભૂલ નહીં મળે. મને સરકારી કામોનો ૨૬ વર્ષ નો અનુભવ છે.
અંબાજી નજીક આવેલા કુંભારીયા ખાતે માર્ગ અને મકાન વિભાગ દાંતા હસ્તક કુંભારીયા જૈન દેરાસરથી રીંછડી સુધી નવીન આરસીસી રોડ મંજૂર થયો હતો. દાંતા તાલુકાના કોન્ટ્રાક્ટર રજાક દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે રજાક બધાને એવુ કહેતો હતો કે મારા કામમા ક્યારેય ભૂલ ના આવે મને ૨૬ વર્ષનો અનુભવ છે અને હાલ સાત મહિનામા જ રોડ બેસી ગયો છે અને તિરાડ પડી ગઈ છે તો લોકો કહી રહ્યા છે કે ૨૬ વર્ષનો ભ્રષ્ટાચારનો અનુભવ છે કે શું? આગળ પણ
અવારનવાર ભ્રષ્ટાચાર ની ફરિયાદો જોવા મળી છે આ કોન્ટ્રાક્ટર દ્વારા વેડચા ,ગનાપીપળી, અંબાજી, બીજા અનેક જગ્યા કામ કરવામાં આવ્યા છે આ કામ ઉપર વિજિલન્સની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સત્ય હકીકત બહાર આવે એ મોટી મોટી વાતો કરતા રજાક કોન્ટ્રાક્ટર સામે સરકાર દ્વારા તપાસ બેસવામાં આવે તો સરકારનો કેટલો ભ્રષ્ટાચાર કર્યો તેની પોલ મોટી ખુલી શકે છે
@@ પુજપુર રજાક કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાનીજરૂર! @@
હાલમા દાંતા તાલુકામા સૌથી વધુ ભ્રષ્ટાચાર માર્ગ & મકાન વિભાગ અને સરકારી કામોમા જોવા મળે છે. ઓછા ભાવે મંજૂર થયેલા ભાવોવાળા કોન્ટ્રાક્ટરે સરકારી કામોમા ખોટુ કરી ભ્રષ્ટાચાર કરી પોતાની બેંક બેલનેસ બનાવી રહ્યા છે. લોકોની માંગ છે કે રજાક કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની જરૂર છે..?
થોડા સમય પહેલા અંબાજી છાપરી રોડ પર ભંગારની એંગલો લગાવી તેના ઉપર કલર કરાવવામાં આવ્યો હતો ભેમાળ ખાતે લાવવામાં આવી હતી ને આ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થતા તેવો એ ભંગાર ની એંગલો હટાવી ને નવી લગાડવામાં આવી હતી
રિપોર્ટ….. અમિત પટેલ અંબાજી