Latest

પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.

બેઠકના અધ્યક્ષ ડૉ.કુબેરભાઈ ડિંડોરની અનુમતિથી જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવ અને જિલ્લા આયોજન અધિકારી દ્વારા બેઠકના એજન્ડા મુજબ મુદ્દાવાર બેઠકની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં ૧૫% વિવેકાધીન (તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષા), પ% પ્રોત્સાહક જોગવાઈ અને બક્ષીપંચ જોગવાઇના તાલુકાવાર અને નગરપાલિકાવાર રજુ થયેલ આયોજન વંચાણે લઈ રજુ થયેલ અંદાજીત કુલ રૂ.૧૦૫૧.૩૧ લાખના કુલ ૬૯૪ વિકાસ કામો સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મંજુર કરવામાં આવ્યા હતા.

બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇઓ અને એટીવીટી જોગવાઈના વર્ષ ૨૦૨૨-૨૦૨૩, વર્ષ ૨૦૨૩-૨૦૨૪ અને વર્ષ ર૦૨૪-૨૦૨૫ના તેમજ MPLADs અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૩-૨૪ સુધીમાં શરૂ ન થયેલ તથા પ્રગતિ હેઠળના તમામ કામોની સબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ થી ૨૦૨૪-૨૫ ના કામોને તાત્કાલિક પૂર્ણ કરવા તથા તેના ખર્ચનું ચુકવણું પણ નીયત સમયમર્યાદામાં કરવા સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ બેઠકની શરૂઆત જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા બેઠકના અધ્યક્ષ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરનું સ્વાગત કરી બેઠકમાં ઉપસ્થિત જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત તમામ ઉપસ્થિત પદાધિકારી અને અધિકારીઓને આવકારીને કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, સામાન્ય વહીવટી વિભાગના નિરીક્ષક, જિલ્લા આયોજન અધિકારી, ધારાસભ્ય સર્વ સી.કે.રાઉલજી,નિમિષાબેન સુથાર,જયદ્રથસિંહ પરમાર, ફતેસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારીઓ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા ચીફ ઓફિસર સર્વ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને જિલ્લા આયોજન મંડળના સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

લલિતકલા અકાદમી દ્વારા આયોજિત ચિત્ર પ્રદર્શનમાં નગરના સ્થાપત્યોને કેનવાસ પર કંડારતા ચિત્રકારો

જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ…

કાંકણપુર કોલેજમાં પંચ પ્રકલ્પ અંતર્ગત “ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી ” વિષયક નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

એબીએનએસ, વી.આર. ગોધરા: શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી…

1 of 588

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *