સંજીવ રાજપૂત, સુરત: સુરત જિલ્લાને સાયબર સેફ બનાવવા અને પ્રજાજનોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષાણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીની કચેરીના સહયોગથી મહુવા સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.