જામનગર, સંજીવ રાજપૂત: સ્પોર્ટ્સ પરિવારમાંથી આવતા જામનગરના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી છે જેના લીધે જામનગર શહેરમાં એક વધુ મોરપીંછ ઉમેરાવવા જઇ રહ્યું છે.
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના સરકાર સમક્ષ સફળ પ્રયાસને લીધે જામનાગરને અત્યાધુનિક અને વિશાળ રમત-ગમતનું કોમ્પ્લેક્ષ મળવા જઇ રહ્યું છે. રિવાબાના અથાગ પ્રયાસરૂપી રજુઆતે આ વિશાળ પ્રોજેકટ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ મોહર મારી દેવામાં આવી છે.
વાત કરીએ તો જામનગરના યુવા-યુવતીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેમજ સચોટ પ્રશિક્ષણ મેળવે તે હેતુથી અહીં એક વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને કોચિંગ સેન્ટર બને તે માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જેને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કોમ્પ્લેક્ષનું ટૂંક સમયમાં જ ખાતમુહુર્ત પણ યોજાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જ્યાં બનાવવામાં આવનાર છે તે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી જેમાં સાથે મહામંત્રી મેરામણભાઈ ભાટુ, સાશક પક્ષના નેતા સહિત કાર્યકરો જોડાયા હતા અને ત્યાં ચાલતા કામકાજનું નિરીક્ષણ કર્યું હતું અને વિગતો મેળવી હતી. આ પ્રોજેફ્ટ વિશે રિવાબા જાડેજા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.