Latest

ધારાસભ્ય કસવાલાએ સાવરકુંડલામાં નવું એસટી વર્કશોપનુ લોકાર્પણ કરયુ

સાવરકુંડલા એસટી ડેપોને રૂપિયા 4 કરોડ 12 લાખના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક એસ.ટી વર્કશોપ ધારાસભ્ય કસવાલાના વરદ હસ્તે ખુલ્લું મુકાયું

નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સાવરકુંડલા શહેર અને તાલુકાના સંગઠનના પદાધિકારીઓ, એસ.ટીના અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં એસટી વર્કશોપ લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો

કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાવરકુંડલાએ વિકાસ ક્ષેત્રે આગવા સીમા ચિન્હો અંકિત કર્યા છે ત્યારે સાવરકુંડલા લીલીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્યોએ સાવરકુંડલાના વિકાસ માટે અઢળક સરકાર શ્રી માંથી ગ્રાન્ટો લાવીને એક શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ત્યારે સાવરકુંડલાના મહુવા રોડ ઉપર આવેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનું એસટી ડેપોમાં રૂપિયા ચાર કરોડને 92 લાખના ખર્ચે તૈયાર થયેલ એસટી વર્કશોપ ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાએ ખુલ્લું મૂક્યું હતું.

આ લોકાર્પણ કાર્યક્રમમાં એસ.ટી.ના વિભાગે નિયામક પી વી ધામા, નગરપાલિકાના પ્રમુખ મેહુલ ત્રિવેદી, તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રી લાલભાઈ મોર અને શ્રી સરદભાઈ ગોદાણી, નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના કાર્યકર્તાશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ એસટીના અધિકારીઓમાં વિભાગીય યાંત્રિક ઇજનેર એચ.એન.દવે, વિભાગીય પરિવહન અધિકારી હીરીબેન કટારા, બાંધકામ ઈજનેર એચ.આર.મોરધરા, અવ્વલ સુરક્ષા નિરીક્ષક શ્રી પંકજભાઈ માકડીયા, વિભાગીય આંકડા અધિકારી શ્રી એસ.આઈ. અપારનાથી, વિભાગીય હિસાબી અધિકારી જે.વી જોશી, સિવિલ સુપરવાઇઝર એસપી જોશી, ડેપો મેનેજર શ્રી વી.એચ નથવાણી, કામદાર અધિકારી શ્રી એસ.એમ અન્સારી સહિતના ભાજપ કાર્યકર્તા અને એસટી બસના ડ્રાઇવર કંડકટર સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *