Latest

ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવતા ધારાસભ્ય કસવાલા

લીલીયાના સલડી ગામે ૯૦૦ વિઘાના તળાવના નવીનીકરણ માટે 2.42 કરોડની સૈધાંતિક મંજૂરી

સલડી આસપાસના 18 ગામડાની ખેતીઓ સધ્ધર થવાના સ્વપ્નો થશે સાકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો સહ્રદય આભાર વ્યક્ત કરતા કસવાલા

વિકાસ કામોની વણઝાર સાથે સુવિધાનો સરવાળો એટલે સાવરકુંડલા લીલીયા વિધાનસભા

સાવરકુંડલા લીલીયા પંથકમાં ખેડૂતો માટે બારે માસ ખેતી કરવાના સ્વપ્નને સાકાર કરવા કાર્યશીલ ધારાસભ્ય મહેશ કસવાળા કટિબદ્ધ બન્યા હોય ને ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવામાં સતત ગાંધીનગર મુખ્યમંત્રી સહિતના મંત્રીશ્રીઓ અને સચિવાલય માંથી વિકાસની કેડી કંડારતા ધારાસભ્ય કસવાળાએ લીલીયાના સલડી ગામે અંદાજે ૯૦૦ વિઘાના તળાવમાં નવીનીકરણ માટે 2 કરોડ 42 લાખની સૈધાંતિક મંજૂરી મેળવવા સલડી આસપાસના 18 ગામડાઓનાં પાણીના તળ ઉંચા આવે ને ખેડુતો ખેતીપાક પર બારે માસ ખેતી કરવાના સ્વપ્નો સાકાર થયા તેવા પ્રયત્નો ધારાસભ્યની કુનેહથી સફળ થયેલા છે

2.42 કરોડ જેવી માતબર રકમની સૈધાંતિક મંજૂરી મળતાં ધારાસભ્ય મહેશ કસવાળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો સહર્ષ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ખેડૂતોના હિત અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ સરકાર દ્વારા તળાવ સાથે આસપાસના ગામડાઓની ખેતી સધ્ધર થાય તેવા અભિગમને પણ વધાવવામાં આવ્યો હતો ને લીલીયા પંથકના ખેડૂતોએ ધારાસભ્ય મહેશ કસવાળાની કાર્યદક્ષતાને બિરદાવી હતી તેવું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હિરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *