સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર સાર્થક કર્યો છે. – મનસુખ વસાવા
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારના 9 વર્ષની વિકાસ ગાથા ની ફલશ્રુતિ ડેડીયાપાડા ખાતે આવેલ સગાઇ ગામ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા ના પત્રકાર સાથે વિશેષ પત્રકાર પરિષદ યોજી જાણકારી ભરૂચ-નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા એ આપી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલ સગાઈ ગામ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ભરૂચ નર્મદા જિલ્લામાં પત્રકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવા સાથે જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી અશોકભાઈ પટેલ, મોતીલાલ વસાવા, સંકરલાલ વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી. રાજપીપળા મહા મંત્રી રમેશ વસાવા, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા,રાજ્યના સંગઠન ના દિનેશ રોહિત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન વડપણમાં 9 વર્ષની સાફલય ગાથા જિલ્લામાં આગામી એક મહિના સુધી થનારી ઉજવણી રૂપરેખા રજૂ કરી હતી. ભવિષ્યના ભારતના નિર્માણમાં યોગદાન આપતા વડાપ્રધાનના નેતૃત્વના નવ વર્ષની ઉજવણી અંતર્ગત ભરૂચ-નર્મદા જિલ્લામાં કરાઈ રહી છે. સંપર્કથી સમર્થન, વિકાસ તીર્થ, લાભાર્થી સંમેલન, વેપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન, સંયુક્ત મોરચાની, યોગ દિવસ બુથ સુધી ઉજવણી, સિનિયર નેતા સાથે ભોજન અને ગોષ્ઠી, હર ઘર સંપર્ક અભિયાન અને લોકસભાનું મહાસમેલન યોજાઈ રહ્યા છે.
ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ 9 વર્ષની વિકાસ ગાથા અને આગામી સમયમાં વિકાસ કૂચની વિસ્તૃત માહિતી આપી હતી. નવ વર્ષમાં જનજનના વિકાસ વચ્ચે ઐતિહાસિક સિદ્ધિ થકી દેશને આત્મનિર્ભર બનાવવાની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાકાર કરી હોવાનું તેમણે ગર્વ સાથે કહ્યું હતું.
સિદ્ધિઓમાં પ્રધાનમંત્રી આવાસ, શૌચાલય, આયુષ્યમાન ભારત, નલ સે જલ યોજના, કિસાન સન્માન નિધિ, સિંચાઈ, સૂર્ય ઉર્જા, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, સમૃદ્ધ દેશ અને દેશવાસીઓ , આત્મનિર્ભર ભારત બનાવવા તરફ મોદી સરકાર અને સ્કિલ ઇન્ડિયા સહિતના વિશ્વભરના નોંધ લીધેલા કેટલાક સીમાચિહ્નરૂપ વિકાસ કાર્યો ગણાવ્યા હતા. દેશ માટે મહત્વના એવા રામ મંદિર નિર્માણ, અખંડ ભારત માટે 370 ની કલમ નાબુદી અને ગર્વની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.
વધુ માં આ ઉપરાંત ભરૂચ – નર્મદા જિલ્લા ના વિકાસ ના કામો માં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભાડભૂત રીવર કમ બેરેજ, એક્સપ્રેસ હાઈવે, સહીત બંને જિલ્લાના સર્વાંગી વિકાસ ના પ્રોજેક્ટ ગણાવી વિવિધ યોજના નો લાભ મળતા છેવાડા નો નાગરિક પર હરખભેર વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમને આશીર્વાદ આપી રહ્યાં હોવાનું વધુમાં જણાવ્યું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.