Breaking NewsLatest

જુવો માં મોગલે કેટલા અનેરા ચમત્કાર કર્યા, જાણો માં મોગલ નો ઈતિહાસ……

આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે. આપણા દેશમાં અનેક દેવી અને દેવતા પૂજાય છે. જેમાય ખાસ કરીને આ દેશ માં શક્તિનો દેશ છે. જે દેશનું નામ જ ભારત માતા છે. જ્યાં અનેક દેવી માતા સાક્ષાત બિરાજે છે. આવું જ એક શક્તિની આરાધનાનું કેંન્દ્ર ભાવનગર જીલ્લામાં તળાજા મહુવાની વચ્ચે ભગુડા ગામમાં આવેલું છે, જ્યાં મોગલ માતા બિરાજે છે કે કે જ્યાં આજની તારીખે માતાના પરચા અપરંપાર છે કે જ્યાં હાલની તારીખે માતાજીના મંદિરને ક્યારેય પણ તાળું મારવામાં આવતું નથી.

આ મંદિર છે ત્યાં તમે દર્શને જાઓ એટલે તમને શ્રદ્ધા ભાવનાનો અહેસાસ થાય છે. મોગલ માતાનો ઈતિહાસ જુનો છે. આજથી લગભગ આ 450 વર્ષ જૂનો ઈતિહાસ આ મોગલ ધામનો છે. જ્યાં આ મંદિર દ્વાર પર જ લખેલું છે, ભાગુડા ગામ એજ માંગલ ધામ.

ભાવનગરની પાવન ભૂમિ પર માતાજીના બેસણાની કથાઓ અદ્ભુત છે. આ ભગુડા ધામ ભાવનગરથી 80 કિલોમીટરના 80 કિલોમીટર, મહુવાથી 25 કિલો મીટર, તળાજાથી 15 કિલોમીટર, ગોપનાથથી 30 કિલોમીટરના અંતરે માતાજીનું આ ધામ છે.કહેવાય છે કે મોગલ માતાનો જન્મ ચારણ કુળમાં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલા ભીમરાળા ગામમાં 1800થી 2000 વર્ષ પહેલા થયો હતો. આ આ પછી માં મોગલ ચારણ કુળમાં કુળદેવીચારણ કુળમાં કુળદેવી તરીકે પૂજાયા અને માતાજીના ગુજરાતમાં ચાર ધામો બન્યા. જેમાં દ્વારકા, ગોરીયાળી- બગસરા, રાણેસર-બાવળા અને ભગુડા છે.

આ ચાર ધામોમાંથી આજના સમયે ભગુડા માતાના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ખુબ જ પ્રખ્યાતી પામ્યું છે. કહેવાય છે કે સતયુગમાં જન્મેલા ભૃગુ ઋષિના નામ પરથી ભગુડા નામ પડ્યું છે. ભગુડાને નળરાજાની તપોભૂમિ માનવામાં આવે છે. આ ગામમાં હાલની તારીખે પુરાતન ગુફાઓ આવેલી છે. જે ગામ પ્રાચીન હોવાની સાબિત આપે છે.

માતાજીના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો ભીમરાણા મોગલ માના પિતા દેવસુર ધાંધણીયા અને માતા રાણબાઈમાના ઘરે માતા મોગલનો જન્મ થયો હતો. કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે માતાજી બોલતા ન હતા, જેથી બધા લોકો એવું માનતા હતા કે માતાજી મૂંગા છે. પરંતુ એ વાતની જાણ કોઈને ન હતી કે માતાજીમાં અપાર શક્તિઓ રહેલી છે.

માતાજીના લગન ચાલીશ વરસની ઉમરે જુનાગઢ ના ભેસાણ તાલુકાના ગોરવીયાળી રામમાં થયો હતો. આ સમાજમાં અન્ય સમાજના રીવાજ હોવાની જેમ ફઈના દીકરા સાથે દીકરીના લગન થાય એ રીતે માતાજીના લગન થયા હતા. માતાજીના લગન અખાત્રીજના શુભ મુહુર્તે થયા હતા, માતાજીની જહાન ગાડા અને ઘોડામાં આવી હતી અને દાનમાં 15 ગાયો અને ભેંસો આપી હતી અને સાસરે વળાવ્યા હતા. આમ માતાજીનો ઈતિહાસ ખુબ જ લાંબો છે.

મોગલ માં ભગુડામાં બીરાજમાન થયા તેનાં વિશે એક માન્યતા કથા એવી છે કે ઈસ 1300ની આસપાસ તળાજા વિસ્તારમાં દુકાળ પડે છે. જેના પરિણામે તળાજા અને મહુવાના આહીર માલધારીઓ પોતાના પરિવાર સાથે દુકાળ ગાળવા માટે ગીર વિસ્તારમાં જાય છે. જેમાં જેમાં તેઓ જુનાગઢના ચારણ ગઢવી ના નેહડામાં પશુના નિભાવ માટે ગયા જેમાં અન્ય માલધારીઓ સામેલ હતા.

આ વિસ્તારમાં ચારણના કુળદેવી આઈ મોગલ માનું સ્થાપન હતું. કામળીયા પરિવારનાં માજીએ માતાજીની અનેરી સેવા કરી હતી, વર્ષ સારું થતાના એંધાણ મળતા જયારે આ માલધારી પોતાના વતન તરફ વાટ પકડી રહ્યો હતો ત્યારે માજીના બેન સમા ચારણ બેને માતાજી તમારા રખોપા કરશે તેમાં કહી માતાજી આઈ શ્રી મોગલમાં ને કાપડામાં આપ્યા હતા.

આ આહીર પરિવાર કામળીયા પરીવાર હતો. જેના ભગુડા પોતાના વતનમાં પરત ફરીને માતાજીનું સ્થાપન કર્યું હતું. ત્યારથી માં મોગલ માં ભગુડા ગામમાં બિરાજે છે અને ત્યારથી તે ચારણ કુળના માતાજીને આહીર પરિવારના 60 પરિવારો પૂજે છે. જ્યારે ગુજરાતના અન્ય સમાજના લોકો માતાજીને ખુબ જ શ્રદ્ધાભાવથી પૂજે છે અને માતાજી તેમની મનો કામના પૂરી કરે છે. આમ આજ અઢારે વરણ મોગલ માને પૂજે છે.

આમ, માતાજીને જો અઢારે વરણના લોકો પૂજ છે. માતાજીને જો શ્રદ્ધાભાવથી જો પૂજવામાં આવે, માતાજીની જો ભક્તિ કરવામાં આવે તો મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. આજની તારીખે માતાજીને દર્શને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તજનો આવે છે. અને માતાજીના દર્શનનો લ્હાવો લે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

1 of 678

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *