વરસાદ ચાલુ હોવા છતાં ભક્તો બોલ મારી અંબેના નાદ સાથે ગબ્બર ખાતે આવ્યા
અંબાજી મંદિરમા 3 માર્ચથી મોહનથાળ પ્રસાદ બંધ થવાથી માઇ ભક્તોની લાગણી ભારે દુભાઈ હતી. અંબાજી મંદિરમાં હાલમાં મોહનથાળનો પ્રસાદ ભક્તોને મળતો થઈ ગયો છે ત્યારે મુંબઈની મહિલાઓ દ્વારા માનતા માનવામાં આવી હતી કે અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ શરૂ થશે તો મુંબઈથી અંબાજી આવીને માતાજીના દર્શન કરીશું અને ત્યારબાદ ગબ્બરના 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં દરેક મંદિર ઉપર માતાજીને સાડી ધરાવીશું આજે ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા માવરસાદ ચાલુ હોવા છતાં મુંબઈના 51 જેટલા ભક્તો હાથમાં સાડી લઈને 1800 પગથિયા ચાલીને અઢી કિલોમીટર લાંબી પરિક્રમા મહોત્સવ બાદ ફરીથી પરિક્રમા કરવા આવ્યા હત
અંબાજી થી 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વત માતાજીનું મુળ સ્થાનક આવેલું છે. અહીં શનિવારે સાંજે મુંબઈના 51 ભક્તો જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ ભક્તો હાલમાં પરિક્રમા કરવા આવી રહ્યા છે. જ્યારે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ થયો ત્યારે મુંબઈની મહિલાઓ દ્વારા માનતા માનવામાં આવી હતી કે અંબાજી મંદિરમાં મોહન પ્રસાદ શરૂ થશે તો અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવીશું અને ગબ્બર 51 શક્તિપીઠના 50 મંદિરમાં માતાજીને સાડી અર્પણ કરીશું ત્યારે આજે મુંબઈની મહિલાઓ અને પુરુષો ગબ્બર ખાતે આવીને પરિક્રમા કરી હતી અને દરેક મંદિરમાં સાડી અર્પણ કરી હતી.
વરસાદ ચાલુ હોવા છતાં ભક્તો બોલ મારી અંબેના નાદ સાથે મુંબઈ અને મહારાષ્ટ્ર થી અંબાજી ગબ્બર ખાતે આવ્યા હતા. આ ગ્રુપમાં 7 વર્ષની બાળકીથી લઈને 85 વર્ષના લોકો સામેલ હતા.દમયંતીબેન પટેલ,અને શિલ્પાબેન અગ્રવાલ સહિત ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચ્યા હતા. ગબ્બર 51 શક્તિપીઠ ના પૂજારી દિવ્યાંગ ભાઈ શાસ્ત્રી દ્વારા ગબ્બર એન્ટર ચોક ખાતે આરતી કરવામાં આવી હતી. મુંબઈ થી આવેલી મહિલાઓ ગબ્બર ખાતે માતાજીના ગરબા
અંબાજી પ્રહલાદ પૂજારી