Latest

મોરબી માં ભારે વરસાદની સ્થિતિ અંગે બુધવારે અધિકારીઓ સાથે રાજય મંત્રી બ્રિજેશ મેરજા બેઠક યોજશે.

 

બેઠકમાં પદાધિકારીઓ પણ હાજર રહેશે : મોરબી જિલ્લામાં સતત વરસાદના કારણે સર્જાયેલી મુશ્કેલી અંગે સમીક્ષા કરાશે: જનતાને સાવચેત રહેવા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અપીલ

મોરબી : મોરબી જિલ્લામાં સતત વરસાદના કારણે સર્જાયેલી મુશ્કેલી અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્રની તૈયારીઓની સમીક્ષા અંગે આવતીકાલે બુધવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા દ્વારા અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજાશે.

રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજા દ્વારા મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને સતત પડી રહેલા વરસાદની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અને મોરબી જિલ્લામાં સતત વરસાદની સ્થિતિની સમીક્ષા માટે કાલે તા.૧૩ ના રોજ સાંજે ૪:૩૦ કલાકે મોરબીમાં અધિકારીઓ / પદાધિકરીઓ સાથે ચોમાસા સંદર્ભે સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજશે.

જેમાં સમગ્ર સ્થિતિ અંગેની વિસ્તૃત ચર્ચા ઉપરાંત વરસાદ પાણીના પગલે મોરબી નગર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને ખાસ મોરબી-પીપળી-જેતપર રોડના પ્રશ્નો અંગે સમીક્ષા કરી તે અંગે તાત્કાલિક પગલા લેવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચનો કરાશે.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચુંદુભાઈ શિહોરા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા સહિત પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ભારે વરસાદની આગાહીના પગલે તંત્રને સાબદુ અને જનતા ને સાવચેત રહેવા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અપીલ

હાલ ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લાને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જોનમાં મુકવામાં આવ્યું છે. ત્યારે આ સ્થિતિમાં વહીવટીતંત્રને સચેત રહી તમામ તૈયારીઓ સાથે ખડેપગે રહેવા તેમજ જાહેર જનતાને સાવચેત રહેવા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અપીલ કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *