મોરબી શહેર માં ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કાયમી માટે ફૂટ પેટ્રોલીગ કરવાનો નિર્દેશ આપતા એસપી રાહુલ ત્રિપાઠી
મોરબી : મોરબીમાં ગત રવિવારે ગુજરાત રાજ્યના ગુહમંત્રી હર્ષ સંઘવી આવ્યા બાદ પોલીસ પર ઘારી અસર પડી હોય એમ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને લુખ્ખા તત્વોને ઝેર કર્યા પોલીસે આજે સતત ત્રીજા દિવસે ફૂટ પેટ્રોલીગ કર્યું હતું અને આજે તો ખુદ એસપી મેદાને આવ્યા હતા.
મોરબીમાં ગૃહમંત્રીની વિઝીટ બાદ પ્રથમ દિવસે રવાપર રોડ સહિતના વિસ્તારોમાં, બીજા દિવસે કાલિકા પ્લોટ, મકરાણી વાસ, સહિતના જેલ રોડ પરના વિસ્તારો અને આજે એ ડિવિઝન પોલીસ કાફલાએ શકિત ચોક વિસ્તારથી અંદરના વિસ્તારમાં ફરી છેક નહેરુ ગેઇટ ચોક સુધી સઘન કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલીગમાં એસપી રાહુલ ત્રિપાઠી, એ. એસ.પી. અતુલકુમાર બંસલ સહિતના અધિકારીઓ જોડાયા હતા અને ટ્રાફીકને અડચણરૂપ દબાણો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી હતી અને એસપીએ ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવવા માટે કાયમી ફૂટ પેટ્રોલીગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
બ્યુરો રિપોર્ટ
જી એકસપ્રેસ ન્યુઝ મોરબી