Latest

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લા ના ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

 

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે અરવલ્લી જિલ્લા ના ધનસુરાના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૧૫મી ઓગસ્ટના રોજ વિવિધ અમૃત સરોવર પર ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો.

આ અમૃત સરોવરમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે.જળ સંચય થકી ઉન્નતિના લક્ષ્ય સાથે કાર્યરત ગુજરાત સરકારે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ રાજયમાં કુલ ૨,૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે.ત્યારે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં હાજરી આપવા અરવલ્લી પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે મુખ્ય કાર્યક્રમ બાદ ધનસુરા ગામના તળાવ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમ ને લઈ રાત્રિ દરમિયાન ધનસુરા અમૃત સરોવરની આસપાસ તિરંગાની રોશની કરવામાં આવી હતી. જેનાથી ધનસુરા તાલુકાના ગામોને સિંચાઈમાં ફાયદો થશે.આમ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના નિર્ધારમાં અમૃત સરોવરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

સાથો સાથ જરૂર પડે તેનું પાણી શુદ્ધ કરી પીવા માટે ઉપયોગમાં લઈ શકાશે. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા ભાજપ પ્રમુખ,ધનસુરા ના સરપંચ, ધનસુરા ટીડીઓ, ડેપ્યુટી સરપંચ સહિત ગ્રામ પંચાયત ના સદસ્યો ગ્રામજનો ગ્રામ પંચાયત નો સ્ટાફ અને ગામના અગ્રણીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 570

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *