રાજુલા શહેરના ડુંગર રોડ પર આઇ.ટી.આઇ. પાસે આવેલ કાન્હા વિશ્વ વિદ્યાલય ચર્ચામા આવી છે. ત્યારે રાજુલાના જાગૃત આગેવાન ભરતભાઇ ખુમાણ દ્વારા શાળામા ગેરરીતિ થતી હોવાથી જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી આર.ટી.આઇ કરવામા આવી છે.
કાન્હા વિશ્વ વિદ્યાલય શાળામા વિધાર્થીઓના ધોરણ-૧૦ ના પરીણામો જાહેર થયા હતા. જેમા શાળા દ્વારા તેમા ખોટા ગ્રેડ દર્શાવી જેમકે A2 ગ્રેડ હોય તો A1 ગ્રેડ કરી અને ખોટી રીતે પોતાની શાળાની નામના વધારવામા આવે છે સાથે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ભરમાવવામા આવી રહ્યા છે. આ શાળામા શિક્ષકો ફરજ બજાવે છે તેવા શિક્ષકો પાસે કોઇપણ જાતના લાયકાત વાળા શિક્ષકો છે કે કેમ ? નહી તે એક ચર્ચાનો વિષય બન્યો છે. અને અગાઉ પણ શાળામા વિધાર્થીઓને ઢોરમાર મારવામા આવ્યાનો કિસ્સો સામે આવ્યો હતો.
અને વિધાર્થીના વાલીએ આ શાળા વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામા આવી હતી. અને કહેવાય છે ને શિક્ષક હોય તે વિધાર્થીઓના ગુરુ તરીકે કહેવામા આવે છે. પરંતુ આવી શાળામા વિધાર્થીઓને શિક્ષણની બદલે માર મારવામા આવી રહ્યો છે. શા માટે વિધાર્થીની કોઇપણ ભુલ થઈ હોય તો તેને સમજાવવામા આવવા જોઈએ અહીંયા તો વિધાર્થીને માર મરવામા આવતો હોય છે.
અને શાળાના ટ્રસ્ટીઓ કોઇ ઉંચી વગ ધરાવતા હોવાથી મનમાની કરતા હોય છે. અને ખરેખર ગુજરાત સરકારના નિતી નિયમ મુજબ વિધાર્થીઓ પાસે ફી લેવામા આવે છેકે નહી તે પણ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. કાન્હા વિશ્વ વિદ્યાલય અનેકવાર ચર્ચામા આવી રહી છે.ત્યારે જાગૃત આગેવાન ભરતભાઇ ખુમાણે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી આરટીઆઈ કરવામાં આવી છે. અને શાળામા યોગ્ય તપાસ કરવામા આવે તેવી માંગ કરી હતી……
રીપોર્ટર મુકેશ વાઘેલા