જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી વિસ્તારમાં ૧૦૮ વૃક્ષોરોપણ કરવામાં આવ્યા. જેમા નરેન્દ્ર મોદી વિચાર મંચના તમામ સભ્યો તથા હોદેદારો દ્રારા જેહમત ઉઠાવવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર પ્રમુખ કિશનભાઈ જોષી મહામંત્રી, સુભાષભાઈ પરમાર મહામંત્રી, કૌશિકભાઈ વિડજા મંત્રી, જયભાઈ રાચાણી ઉપ પ્રમુખ ઉમંગભાઈ તથા પવનહંસના ડિરેક્ટર અને પૃવ મેયર અમિબેન પરીખ, વોડ નંબર ૫ના કોર્પોરેટર કિશનભાઈ માડમ તથા વોડ નંબર ૫ ભાજપ પૂર્વ વોડ પ્રમુખ દિપકભાઈ વાછાણી પણ નરેન્દ્ર મોદી વિચાર મંચના સભ્યો સાથે પર્યાવરણ સંરક્ષણના આ શુભ કાર્યને બિરદાવા ઉપસ્થિત રહ્યા હતા.