સંજીવ રાજપૂત-નર્મદા: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે ત્યારે નર્મદા ડેમના દસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે અને નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય સ્થળે સલામત રીતે ખસી જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે નર્મદા ડેમમાં પાણી છોડવાના પગલે NDRF ની ટીમે કરજણના સાયર ગામે દેવદૂત બની ત્રણ પરિવારને સહકુશળ બચાવી લેવાયા છે.
નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, ૧૦ બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો