ભાવનગર જિલ્લાના પાટણા નજીક એક ટીંબો આવેલો છે ત્યાં અવાવરું સ્થળેથી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ દોડી જઈ બાળકીનો કબ્જો લઈ. વલ્લભીપુર 108 ને જાણ કરતાં સૌ પ્રથમ પાટના પી.એચ.સી માં અને ત્યારે બાદ વલ્લભીપુર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી 108 પાયલોટ ગોહિલ બળદેવસિંહ 108 ના ડોક્ટર રાઠોડ હિરેન
વલ્લભીપુર પોલીસના પી.એસ. આઇ પી. ડી ઝાલા તેમની ટીમ સાથે પહોંચી બાળકીને હોસ્પિટલ પહોંચાડી માનવતા નું ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું . બાળકી જે સ્થળેથી મળી આવી ત્યાં કોઈ મહિલાએ અસ્પષ્ટ શબ્દોમાં લખેલી નાની ચિઠ્ઠી મળી આવી હતી.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ નજીક અવાવરું વિસ્તારમાં એક નવજાત બાળકી મળી આવી હતી. પાટણા નજીક જંગલ જેવા અવાવરું વિસ્તારમાં ગાયો ચરાવતા ગોવાળોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળતા દોડી જઈ તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી.
જે અંગે માલધારી દ્વારા ગામના લોકોને જાણ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાળકી જે જગ્યા પર થી મળી આવી ત્યાં અસ્પષ્ટ શબ્દોમાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોચી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર