માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટ સુરત પ્રેરિત ૧૫૯માં સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહ વલભીપુરનાં આંગણે રંગારંગ કાર્યક્રમ સાથે યોજાયો
વલભીપુર શહેરનાં ગંગાજળિયા વિસ્તારમાં આવેલ હરિઓમ કન્યા પ્રા.શાળા ખાતે ગત રવિવારે ૧૫૯મો સરસ્વતી ધામ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્ય દાતાશ્રી માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ અને સહયોગી દાતાશ્રી આંનદ એક્સપોર્ટના કેશુભાઈ લવજીભાઈ ભરોડીયા , પોપટભાઈ લવજીભાઈભરોડીયા,હરસુખ ભાઈ લવજીભાઈ ભરોડીયા,ગોરધનભાઈ લવજીભાઈ ભરોડીયા,અશ્વિનભાઈ વેલજીભાઈ બેલડીયાના સહયોગથી વલભીપુરનાં ગંગાજળિયા વિસ્તારમાં નવું શાળાભવન માતૃશ્રી ચંપાબેન વેલજીભાઈ બેલડીયા વિદ્યાલયનુંલોકાર્પણ થયું.
સવારે ૯ કલાકે દાતાશ્રીઓ અને અતિથિશ્રીઓનાં શાળાની વિદ્યાર્થીનીઓએ સામૈયા કર્યા હતા, ત્યારબાદ દાતાશ્રીઓએ નવા શાળા ભવન માતૃશ્રી ચંપાબેન વેલજીભાઈ બેલડીયા વિદ્યાલયનું લોકાર્પણ કરી ખુલ્લું મુક્યું હતું.દરેક વર્ગને દાતાઓનાં હસ્તે ખુલ્લા મુકવામાં આવ્યા હતા,આ નવા શાળાભવનમાં વેલજીભાઈ બેલડીયા દ્વારા 10 ગ્રીનબોર્ડ તથા 10 સરસ્વતીમાંના ફોટા સપ્રેમ ભેટ આપવામાં આવ્યા.
ત્યારબાદ શાળાનાં નજીકનાં પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું.પ.પુ.રામબાપુની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ શરૂ થયો હતો.કાર્યક્રમમાં રાસ,ગરબા,દેશભક્તિ ગીત,પ્રવચનો જેવી વિવિધ કૃતિઓ રજુ થઇ હતી.
કાર્યક્રમમાંદાતાશ્રીઓ,અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ,શિક્ષણવિદ્દો,ગ્રામજનો અને વાલીવર્ગે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.વલભીપુરની જાહેર જનતાએ આ સંદર્ભે ખુશી વ્યક્ત કરેલ,તેમજ હરિ ઓમ કન્યા શાળા પરિવારે કાર્યક્રમ સફળ થવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર