એબીએનએસ પાટણ :. પાટણ જિલ્લાના હારીજ શહેરમાં નગર પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છૅ જેમાં હારીજ શહેરમાં બહુચરાજી બાયપાસ હાઇવે દરજી સોસાયટી વિસ્તારની સામે ખુલ્લી ભૂગર્ભ ગટર જોખમી બની હતી. અને ખુલ્લી ગટરોને લઈ અનેકવાર વાહન અકસ્માતોની ઘટનાઓ બનવા પામી છે.
જેમાં હારીજ બેચરાજી બાય પાસ રોડ દરજી સોસાયટીની બહાર ખુલ્લી ભૂગર્ભ ગટરમાં રાત્રી દરમિયાન આખલો ખાબક્યો હતો.લાંબો સમય વિતતા ગુગળામણ થતા ભૂગર્ભ ગટરના ચેમ્બરમાં અખલાનું મોત નીપજ્યું હતું.
હારીજ બેચરાજી બાય પાસ રોડ પર દરજી, સોસાયટી, ભીલવાસ, અંબિકાનગર,શિવિલા સહિતની સોસાયટી, શિશુમંદિર અભ્યાસ અર્થે જતા વિધાર્થીઓ તથા રાત્રી દરમિયાન વાહન ચાલકો, રાહદારીઓ અવર જવર વધારે હોઈ ખુલ્લી ગટરોને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ગરકાવ થતા ગૂંગળામણને કારણે આખલાનું કરુણ મોત નીપજ્યું હતું. અને ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવી જલારામ સેવા સમિતિના ગૌ સેવક હિતેશભાઈ ઠક્કરને જાણ કરતા સેવાભાવી ટીમના યુવાનોએ જે.સી.બી.દ્વારા મૃતક આખલાને બહાર નીકાલી દફનવિધિ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ..આમ ક્યાં સુધી હારીજ શહેરનો વિકાસ રૂંધાતો રહશે જૅ સ્થાનિકમાં સવાલો ઉઠવા પામ્યા છૅ.