શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે ભકતો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે,
ત્યારે પોતાના ખાનગી વાહનો લઈને અંબાજી આવતા હોય છે ત્યારે 51 શક્તિપીઠ સર્કલ થી જુનાનાકા સુધી અને જુના નાકા થી 51 શક્તિપીઠ સર્કલ સુધી બનાસકાંઠા કલેક્ટર દ્વારા નો પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે અને આ નો પાર્કિંગ ઝોન માં યાત્રીકો ગેરકાયદેસર રીતે વાહનો રોડ પર પાર્ક કરીને જતા હતા
જે બાબતની ગંભીરતા લઈને બનાસકાંઠા કલેક્ટર વરૂણ બરનવાલ દ્વારા અંબાજી પોલીસને ટોઈંગ વાહન ફાળવવામાં આવેલ છે જેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજે અંબાજી પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોન મા ઊભા રહેતા વાહનોને ટોઈંગ કરીને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આમ અંબાજી ખાતે હવે નો પાર્કિંગ ઝોનમાં વાહનો ઊભા કરવામાં આવશે તેને ટોઈંગ કરવાની કામગીરી શરૂ થઈ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી