આજે મા ના સાનિધ્યમાં.. પૂજ્ય દિલીપદાસજી મહારાજ (1008 જગન્નાથ મંદિર ) અને મોહનદાસજી મહારાજ(પાલડી કાંકજ )બન્ને ગુરુઓના આશીર્વાદ અને હાલના વટવા વિધાનસભાના ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ તેમ જ પૂર્વ ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ તેમ જ સમગ્ર દસ્ક્રોઈ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ આદરણીય શ્રી રજુસિંહ ડોડીયા તેમ જ દાતાઓ તથા અગ્રણીઓની હાજરીમાં રાજપૂત દસ્ક્રોઈ તાલુકાનો 14 મો સમૂહલગ્નોત્સવ ઈશ્વરની કૃપાથી હેમખેમ સંપન્ન થયો.
દસ્ક્રોઈ તાલુકા રાજપૂત સમાજના અગ્રણી અંજુ બા તેમ જ સાથી મહિલાઓએ પ્રભુતામાં પગલાં પાડનાર સૌ દીકરીઓને સોનાની કડલી આપી સમાજમાં સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..મારા માટે સૌભાગ્યનો દિવસ હતો, કેમ કે જગન્નાથ મંદિરના 1008 માં મહંતશ્રી દિલીપદાસજી મહારાજના આશિષ લેવા ગઈ ત્યારે તેમણે મારું સ્વાગત કર્યું અને મે તેમને કહ્યું કે હું તો ખૂબ નાની છું આપથી અને આપ મારા પૂજ્ય છો ત્યારે તેમણે ખૂબ સરસ જવાબ આપ્યો, બેટા તમારી ઉંમર નાની છે પણ મે તમારા શબ્દો સાંભળ્યા તે આકાશને આંબે તેવા છે. મારી આંખમાં આંસુ આવી ગયા..
ધન્યતા અનુભવી..ભોજનના દાતા મધુ બા એ સુંદર રાજપૂતાના ડ્રેસ આપી મારું સ્વાગત કર્યું.અને અંતે વક્તા તરીકે સામાન્ય લગ્નોની સરખામણીમાં સમૂહ લગ્ન કેમ વધુ થવા જોઈએ અને તેનું મહત્વ શું છે તેના વિશે વાત કરવાનો અવસર મળ્યો.. સરવાળે આજનો દિવસ ખૂબ જ ઉજળો રહ્યો