પી પી સવાણી સ્કૂલ ઓફ નર્સિંગ, પી પી સવાણી યુનિવર્સીટી, કોસંબા દ્રારા ગર્ભવતી મહિલાઓ માટેની બર્થીગ બોલની કસરતો તેમજ નવજાત શિશુના જન્મ પૂર્વની તૈયારીઓ વિશેની માહિતી આપતો રાષ્ટ્રીય પરિષદ યોજાયો હતો.
જેમાં ડૉ, ધ્વનીત શાહ, જે હાલમાં સિવિલ હોસ્પિટલ, સુરત માં સીનિયર લેક્ચરર દ્વારા વિવિધ પ્રકારની કસરતો કે જે પ્રસુતિ દરમ્યાન થતી પીડાને ઓછી કરવામાં ખુબ જ અસરકારક છે તેનો પ્રત્યક્ષ તાલીમ આપવામાં હતી, તેમજ ડૉ. જેસિકા જોસલિન, પ્રિન્સીપાલ, એચ. કે, ઇ. એસ કોલેજ ઓફ નર્સિંગ, કર્ણાટક દ્વારા નવજાત શિશુના જન્મ પેહલાની કરવામાં આવતી તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પરિષદ માટે યૂનિવેર્સિટી ના કુલપતિ ડૉ પરાગ સંઘાણી, રજિસ્ટ્રાર ડૉ, સતિશ બિરાદર તેઓનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તથા ૧૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ અને કૉલેજના અધ્યાપકો એ ઉત્સાહતા પૂર્વક ભાગ લીધી હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.