શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજ મહિનામાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવાનો છે ત્યારે વહીવટી તંત્ર મોડામોડા અંબાજીના બજારમાં ગટરના પાઇપલાઇન નાખવાનું કામ કરી રહ્યું છે. આ ગટરનું પાણી અવારનવાર જાહેર માર્ગ પર આવતું હતું,જે કારણે લોકોને ભારે તકલીફ પડતી હતી ત્યારે આ કામગીરી થી અંબાજી ના બજારના વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે આ કામગીરી રાત્રે કરવાની જરૂર હતી.
આજે મોડી સાંજે અંબાજી આઠ નંબર જવાના માર્ગ પર ગ્રામ પંચાયતની પાણીની પાઇપ લાઇન તૂટી જતા હાઇવે માર્ગ પર પાણી પાણી થઈ ગયું હતું. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આ પાઇપ લાઇન આઠ નંબર વિસ્તારના લોકોને પાણી આપવાં માટેની લાઈન હોવાની માહિતી મળી છે. હાલતો આ પાઇપ લાઇન ના તૂટેલા ભાગ પર પત્થર મૂકી દેવાયો છે.
:- અંબાજી આઠ નંબર મા ભારે ગંદકી, લોકોએ વિડિઓ બનાવ્યો :-
અંબાજી આઠ નંબર વિસ્તારમાં છેક પાણીની ટાંકી નજીક આવેલા વિસ્તારમાં લોકોને ભારે ગંદકી થી તકલીફ પડી રહી છે અને જાહેરમાર્ગ પર પાણી માર્ગ પર આવતા હાલાકી પડી રહી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી