Latest

પરશુરામ મહાદેવ જન્મજ્યંતી, યાત્રાધામ અંબાજી મા પરશુરામ મહાદેવ ની પ્રતિમા પર ફૂલ હાર ચઢાવી પૂજા કરાઈ, મોટીસંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે પાલનપુરના ધારાસભ્ય હાજર રહ્યા

આજે પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશમાં પરશુરામ મહાદેવ ની જન્મજયંતિ નિમિત્તે ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી પરશુરામ મહાદેવ ને જન્મ જ્યંતી ની ઉજવણી હલ્લો ઉલ્લાસ થી મનાવી રહ્યા છે.

ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવેલા પરશુરામ મહાદેવ ની વિશેષ પૂજા અર્ચના કરી ધૂમધામ થી પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિતે ઉજવણી કરવામાં આવી હતી.

આજે શક્તિપીઠ અંબાજી માં આવેલા સિટી સેન્ટર આગળ પરશુરામ મહાદેવ ની પ્રતિમા ની સાફ સફાઈ કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજે પરશુરામ મહાદેવ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો સાથે ગ્રામજનો દ્વારા પરશુરામ મહાદેવ મંદિર પર ફૂલ હાર ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ હાજર રહ્યા હતા .ધારાસભ્ય અનિકેત ઠાકરે પરશુરામ મહાદેવ ની પ્રતિમાં પર ફૂલહાર ચઢાવી દીપ જલાવી પરશુરામ મહાદેવ ની જન્મ જયંતી નિમિત્તે વિશેષ પૂજા કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં લોકોએ પરશુરામ મહાદેવને નમન કરી હર હર મહાદેવ ના જયઘોષ કર્યા હતા. પરશુરામ મહાદેવ જન્મજયંતી નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં પણ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *