શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના 51 શક્તિપીઠમાં સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે અંબાજી મંદિરમાં ભાદરવી ,દિવાળી, નવરાત્રી અને રજાઓના પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.
આજે ઉત્તરાયણ નો પર્વ હોય અંબાજી મંદિર ખાતે રંગબેરંગી પતંગો નો શણગાર જોવા મળ્યો હતો. ખેડબ્રહ્મા ના ભક્તો દ્વારા ઉતરાયણના એક દિવસ અગાઉ અંબાજી મંદિરમાં આવીને રંગબેરંગી પતંગો નો શણગાર કરવામાં આવે છે.
છેલ્લા કેટલા વર્ષોથી ઉતરાયણ ના એક દિવસ અગાઉ ખેડબ્રહ્માના નાના અંબાજીના ભક્તો અલગ અલગ પ્રકારની પતંગો લઈને અંબાજી મંદિરમાં આવે છે અને પતંગનો શણગાર કરે છે.
આ પતંગોમાં પ્લાસ્ટિકની,કાગળની માછલી આકારની, ચીલ, ફુદ્દા સહિતની નાની મોટી પતંગોનો શણગાર કરવામાં આવે છે અને અંબાજી મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે પતંગોના શણગાર થયા બાદ.
પતંગ ઉપર જય અંબે લખેલું પણ જોવા મળી રહ્યું છે આ બાબતે ચેતન પંચાલ અને તેમની ટીમે જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી જયઅંબે લખેલી પતંગો લઈને આવીએ છીએ અને માતાજીનો શણગાર કરીએ છીએ જેનો અમે કોઈ પણ ચાર્જ લેતા નથી.
અંબાજી પ્રહલાદ પૂજારી