અમિત પટેલ અંબાજી
બનાસકાંઠા જિલ્લામાં ભાજપનાં સાંસદ ચુંટાયેલા પ્રતિનિધિ છે અને હાલમા ભાજપ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આવેલા 14 તાલુકાઓમાં ભાજપને મજબુત બનાવવા માટે કમર કસી છે અને મીટીંગ અને રેલી યોજી ગામેગામ ભાજપ મહેનત કરી રહ્યું છે ત્યારે આજે સવારે દાંતા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર એવા પેથાપુર વીર મહારાજનાં મંદિરે બેઠક યોજાઇ હતી.
જેમાં આગામી ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓ અને નેતાઓએ મહેનત કરીને ભાજપને જીતાડવા માટે મહેનત કરવી જોઈએ તેવો મંત્ર આપવામાં આવ્યો હતો.
ચોક્કસપણે વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં ઘણા વર્ષોથી કોંગ્રેસ ચૂંટાઈ આવે છે ત્યારે આ વખતે ભાજપ દ્વારા અને આપ દ્વારા દાંતા વિધાનસભા જીતવા માટે મહા મહેનત કરવામાં આવી રહી છે
ત્યારે આજે બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ પરબત પટેલની આગેવાનીમાં અમીરગઢ દાંતા વિસ્તારના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક મીટીંગ યોજાઇ હતી જેમાં દાંતા વિધાનસભા જીતવા માટેનો મંત્ર આપવામાં આવ્યો હતો.