શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડાક દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
અંબાજી ખાતે વિવિઘ વિભાગો દ્વારા સુંદર કામગીરી નો પ્રારંભ કરાયો છે ત્યારે અંબાજી ખાતે પીએમ પોષણ યોજના હેઠળ શાળાનાં બાળકોને ભોજન મા મિલેટ બાજરીના ઉપયોગ માટે જાગૃતિ લાવવા નો કાર્યક્ર્મ યોજાયો હતો.
અંબાજી પ્રાથમિક શાળામાં પીએમ પોષણ યોજના અંતર્ગત મામલતદાર( નાયબ મામલતદારની) હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.અંબાજી – 1 પ્રાથમિક શાળામાં આચાર્ય, શિક્ષકો અને બાળકોની હાજરીમાં આ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. જેમા મામલતદાર દાંતા,ડેપ્યુટી મામલતદાર, એમ.ડી.એમ,દાંતા તથા એમ.ડી.એમ.સુપરવાઈઝર દાંતા હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી