શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજિત આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી લગભગ 1300 લોકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
‘ફિટ ઈન્ડિયા હિટ ઈન્ડિયા’ની થીમ પર યોજાયેલી આ મેરેથોન ત્રણ કેટેગરીમાં વહેંચાયેલી હતી. આ કેટેગરીમાં 5 કિલોમીટર, 12 કિલોમીટર અને 17 કિલોમીટરનો સમાવેશ થતો હતો. દરેક કેટેગરીના વિજેતાઓને અલગ-અલગ ઇનામો આપવામાં આવ્યા હતા. કુલ 1.30 લાખ રૂપિયાનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આયોજકો દ્વારા સ્પર્ધકોની સુવિધા માટે મેરેથોનના રૂટ પર અલગ-અલગ સ્થળે જલપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અગાઉ પણ અનેક વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. ઉષાબેન અગ્રવાલ સહિત શાળાના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.
રિપોર્ટર પ્રહ્લાદ પૂજારી અંબાજી