કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાદરજીના મુવાડા ગામે જગતજનની વિહતમાતાજી ના શિખરી બદ્ધ મંદિરે શ્રધ્ધા ના ઘોડા પૂર ઉમટી પડ્યા છે રવિવારે સમગ્ર મંદિર પરિસરમાં હજારો માઈભક્તો માતાજી ના દર્શને આવી શિવ ઝૂકાવી ને મનવાંછિત ફળ મળતાં માનો આભાર માનવા માટે લાડ કરવા ભક્તો અહીં આવે છે ને એક અનોખાં જ માનવમહેરામણ ના સુંદર ને ભાવૂક દ્વશ્યો અહીં જોવા મળે છે.આ મંદિરના માતાજી ના ઉપાસક મૂકેશ ભાઈ દેસાઈ બાળપણથી જ માતાજી ની ભક્તિ માં લીન હતા વરસોથી તેમનાં વડવાઓ વડીલો વિહતમાતાજી આને ફુલજોગણી માતાજી સિકોતર માતાજીની ભક્તિ સેવા પૂજા કરતા આને ખેતી વ્યવસાય સાથે ગૌધન રાખી જીવન ચલાવતા ને માતાજી નું સ્મરણ પૂજન કરતા હતા સમયાન્તરે મૂકેશ ભાઈના પિતાશ્રી નાગજીભાઈ દેસાઈ પણ ભલાભોળા ને મહેનતુ ભગત હતા વિહત માતાજી ની ભક્તિ તેઓ કરતા ને ગાયોની સેવા તેમજ વગડામાં ગાયો ચારતા ને શિસ્તનું સ્મરણ કરતાં સમયાન્તરે મૂકેશ ભાઈ પણ અભ્યાસ કરતા ને માતાજી વિહત જોગણી નું સ્મરણ કરતાં ભણવું ગાયો ચાલવા જવું ને સતત માતાજી નું સ્મરણ કરતાં કરતાં જ માં શિસ્તનો પરચો મળ્યો માતાજી એ માથે હાથ મૂકતાં જ મૂકેશ ભાઈ ને અલૌકિક અનુભુતી થવા માંડી બસ પછી તો વિહતમાડી મૂકેશ ભાઈ જ્યાં જાય ત્યાં હાજરા હજૂર આગળ જ રહે પછી તો પંથકમાંમા શિસ્તના નામના ડંકા વાગવા માંડ્યા લોકોના કામો થવા માંડ્યા મૂકેશ ભાઈ બોલ બોલે તે થવા માંડ્યું માતાજી ના હુકમો થવા માંડ્યા લોકોના દુઃખ દૂર થવા માંડ્યા ત્યાતો ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ના ધાર્મિક ભક્તો વિહતમાના દરબારમાં આવવા લાગ્યા…આને હમણાંજ પથ્થર નુ સુંદર શિખરીબધ્ધ મંદિર ના નિર્માણ થયું માતાજી નો સુંદર ચાચરચોક બન્યો.વિહતધામ પરિસરમાં જ ફૂલજોગણી માતાજી નું મંદિર બની ગયું . ત્રિદિવસીય પ્રતિષ્ઠા થઇ સંતો મહંતો રાજકિય આગેવાનો સંહકારી આગેવાનો આ મહોત્સવમાં ઉમટ્યા લાખો લોકોએ દર્શન આને મહાપ્રસાદ નો લાભ લીધો.અહી રવિવારે હજારો લોકો દર્શન કરવા આવે છે.મહાપ્રસાદના આયોજનો કરાયા છે આપ મેળે તમામ વ્યવસ્થા ગોઠવાઈ જાય છે . શિસ્તબદ્ધ રીતે માતાજી ના ચોકમાં ને મંદિર માં લોકો ગોઠવાઈ જાય છે દુઃખ રજુ કરે છે માતાજી ને રાજ કરે છે ને માં સૌકોઈ ના કામ કરે છે ભૂવાજી મૂકેશ ભાઈ ની ઉંમર નાની છે પણ માતાજી તેમની પાસે હાજરાહજૂર હોઈ તમામ આયોજનો આપમેળે ગોઠવાય છે ને માંડી રાત સુધી સેવાની સરવાણી વહેવડાવવામા આવે છે ગાયોની સેવાઓ ઘાસ ખવડાવવું તેમજ પક્ષીઓને હજારો મણ ચણ નું દાન થાય છે અહીં વિહત જોગણી ની લીલાન્યારી છે તો સંતના પડઘા પણ ગાજે છે .ખૂબ નાના બાદરજીના મૂવાડા ગામ એ ગુજરાતભરમાં માતાજી ના સંતના કારણે ખૂંદવા માંડ્યું છે જે અલૌકિક શ્રધ્ધા નો પુરાવો ગણી શકાય…