શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આગામી 26 સપ્ટેમ્બર થી આસો નવરાત્રિનો પર્વ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવશે.
અંબાજી આવતા માઈ ભક્તો અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ઉપર પણ માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. તાજેતરમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે પૂર્ણ થયો છે ત્યારે વહીવટી તંત્ર તરફથી અંબાજી ખાતે સફાઈ અભિયાન યોજાયુ હતુ.
અંબાજી મંદિરમાં અને ગબ્બર મંદિરમાં પ્રક્ષાલન વિધિ પણ યોજાઇ હતી. ગબ્બર ખાતે પણ માઈ ભક્તોનો ભારે ઘસારો રહેતો હોય છે. 30 સપ્ટેમ્બર ના રોજ ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે અંબાજી માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે ગબ્બર પર્વતની પણ સાફ-સફાઈ આજરોજ ઉષા બ્રેકો લિમિટેડના કર્મચારીઓ અને આજુબાજુના લોકોએ ભેગા મળીને કરી હતી.
ગબ્બરના વિવિધ વિસ્તારોમાં આજે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આમ ગબ્બર સ્વચ્છ ગબ્બર સુંદર ગબ્બર જેવો નજારો જોવા મળ્યો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી