આણંદમાં આવેલ જીતોડીયા ગામની મિલકત માં સગાભાઈએ ભાઈના સાથે કરી છેતરપિંડી
અમદાવાદમા રહેતા સુરેશભાઈ છોટાભાઈ પટેલ શારદા ઇલેક્ટ્રોનિક્સના વહીવટ કરતા માંથી ખોટી રીતે બન્યા માલિક
આણદ માં આવેલ જીતોડીયા ગામની મિલકતનું વહીવટ કરતા બની ખોટું વેચાણ દસ્તાવેજ કરી ખેલાયો રેવન્યુ રેકોર્ડ સાથેનો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર અરજદાર મહેશભાઈ છોટાભાઈ ના કહેવા પ્રમાણે આણંદ જિલ્લાના મોજે ગામ જીતોડિયા મથકના સર્વે નંબર ૧૯૨/૧+ર પૈકી ૨ નો સીટી સર્વે નંબર.NA ૧૯૨/૧+ર પૈકી ૨ માં આવેલ બિનખેતી લાયક જમીન અમારા વડીલો પારજીત સંયુક્ત કુટુંબિક મિલકત આવેલ હતી.
આ જમીનમા શારદા ઇલેક્ટ્રોનિક નામની કંપની ચાલવવામા આવતી હતી. આ કંપનીના વહીવટ કરતા તરીકે અમારા મોટાભાઈ સુરેશભાઈ છોટાભાઈ પટેલ અને વધુમાં અમારા કુટુંબીક ભાઈ બહેનો ઘણા વર્ષોથી વિદેશમાં વસવાટ કરતા હોય
તેનો ગેરલાભ લઈ વહીવટ કરતા અમારા ભાઈ શારદા ઇલેક્ટ્રોનિક ના ખોટી રીતે માલિક બની સમગ્ર મિલકતનું ખોટી રીતે એકત્રીકરણ કરી કોઈપણ પ્રકારની અમારી સંમતિ લીધા વગર બાકરોલ ના રહીશ તારકભાઈ મહેન્દ્રભાઈ પટેલને ખોટી રીતે વેચાણ દસ્તાવેજ થી વેચાણ કરી આપેલ હોય આ મિલકતમાં હાલના તબક્કે “પ્રેમ વીલા ” નામથી મકાનોની મોટી સાઇડનું બાધકામ યુધ્ધના ધોરણે ચાલતું હોય
અને આ તમામ ખોટી રીતે કરેલ દસ્તાવેજો રદ કરવા માટે અમે આણંદ સિવિલ કોર્ટમાં સ્પે.મું.નંબર.૩૩/૨૦૨૩ થી દાવો કરી મનાઈ હુકમની માંગણી કરેલ છે. શું..?આવા ખોટા લોકો લોકો ઘ્વારા સંમતિ વગરની મિલકતોનું આણંદમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ચાલતું વેપાર અને આ બધી રેવન્યુ રેકોર્ડ સાથેની ચેડાં કરવાની પ્રક્રિયા ક્યારે બંધ થશે ?
અહેવાલ ભૂમિકા પંડયા આણંદ