અંબાજી
ભારત લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં મીડીયા ચોથા આધાર સ્તંભ તરીકે ઓળખાય છે. દેશના યોગદાનમાં મીડિયાનો પણ મોટો ફાળો રહ્યો છે ત્યારે રોજબરોજની સમસ્યાઓ અલગ અલગ કાર્યક્રમો અને દેશ હિતની બાબતોમાં મીડિયા પોતાની ફરજ બજાવી રહ્યું છે
ત્યારે આજે 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય મીડિયા દિવસ નિમિત્તે ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શકિતપીઠ અંબાજીમાં પણ દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ અંબાજી દ્વારા નેશનલ પ્રેસ દિવસની ઉજવણી કરાઈ હતી.
ગુજરાતના સૌથી પછાત દાંતા તાલુકામાં અંબાજી શક્તિપીઠ વિશ્વવિખ્યાત છે. જેમાં સતત લોકોના પ્રશ્નોને વાચા આપતા તેમજ રોજબરોજની બનતી ઘટનાઓને પ્રસિદ્ધિ આપી અને દાંતા તાલુકામા સતત એક્ટિવ પ્રેસ કર્મીઓ દ્વારા 16 નવેમ્બર ના રોજ નેશનલ પ્રેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ સિનિયર રિપોર્ટરોને સાલ ઓઢીને સન્માન કરાયું હતું અને કેક ની ઉજવણી પર કરાઈ હતી.
પ્રેસનો ધ્યેય લોકો દ્વારા થતાં કોઈપણ અન્યાયને પ્રકાશમાં લાવવા અને સિસ્ટમની બિમારીને પ્રકાશિત કરવાનો છે. તે સરકારને આ સમસ્યાઓના ઉકેલો શોધવામાં મદદ કરવા માટે છે, જ્યારે બીજી તરફ શાસનની લોકશાહી પ્રણાલીના મૂલ્યોને મજબૂત બનાવે છે.
આ જ કારણસર, પ્રેસને ઘણીવાર મજબૂત લોકશાહીના ચાર સ્તંભોમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે અને તે એકમાત્ર પાસું છે જ્યાં સામાન્ય નાગરિક સીધી રીતે ભાગ લઈ શકે છે.
પ્રતિકૂળ સંજોગોમાં હિંમતથી અને નીડરતાથી પત્રકારો પોતાની ફરજ બજાવતાં હોય છે અને તેથી જ પત્રકારોને સમાજનું દર્પણ કહેવાય છે, તેઓ સત્યને ઉજાગર કરવા અને સમાજની યોગ્ય અને સાચી હકીકતોને લાવવા સતત ગતિશીલ અને જવ્બદાર રહેતાં હોય છે……
પ્રેસની સ્વતંત્રતા અને તેની સમાજ પ્રત્યેની જવાબદારીઓનું પ્રતીક, આ દિવસ દેશમાં પ્રેસની સ્વતંત્રતાને પણ ચિહ્નિત કરે છે. પ્રેસની સ્વતંત્રતાની અભિવ્યક્તિ એ પ્રેસની સ્વતંત્રતાનું એક આવશ્યક પાસું છે.
જે પ્રેસની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે, કારણ કે ઘણીવાર પ્રેસને કાયમ નિર્બળ અને પોતાના હક્ક માટે અવાજ ના ઉઠાવી શકનારા લોકોના અવાજ તરિક ઓળખવામાં આવે છે. પ્રેસ એ શાસક અને પ્રજા વચ્ચેની અગત્યની કડી છે. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક મીડિયા નાં રિપોર્ટરો ઊપસ્થિત રહયા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી