Latest

તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આજે રાજ્ય સરકારની કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાની કુલ ૩૩૨ જેટલી મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટ અને ગિફ્ટ વગેરેની દુકાનોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ગેરરીતી કરતા કુલ ૧૨૬ એકમો સામે ગુન્હાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને માંડવાળ ફી તરીકે તેમની પાસેથી કુલ રૂ. ૫,૯૧,૫૦૦ રકમ વસૂલ કરવામાં આવી હતી.

કાનૂનીમાપ વિજ્ઞાન તંત્રના નાયબ નિયંત્રક, મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસણી દરમિયાન વજનમાં ઓછું આપીને ગ્રાહકને છેતરવો, વજન કાંટાનું ફેરચકાસણી, મુદ્રાંકન ન કરાવવુ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવુ, પેકર રજીસ્ટ્રેશન ન કરવું વગેરે જેવી ગેરરીતિઓ સામે આવી હતી. આ અંગે વધુ તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે.

અત્રે નોંધનીય છે કે, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગ્રાહકો મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ તેમજ ગીફ્ટ સહિતની અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત ગ્રાહકોને ખરીદી દરમિયાન વજનમાં છેતરવામાં આવતા હોય છે.

રાજ્યના નાગરીકો આવા કોઈ બનાવનો ભોગ ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય તે કાનૂની માપ વિજ્ઞાન તંત્રનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે જ, આજે કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યની વિવિધ મીઠાઇ, ફરસાણ, ડ્રાયફ્રુટસ અને ગિફ્ટ શોપ વગેરે પર તંત્રના કાયદા-નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *