માતુશ્રી એસ.એમ.રોયલા સ્કૂલ ભુંભલી માં આજે 800 વિધાર્થીઓ એ
800 રોપઓનું નારાયણ ઉપનિષદના પારાયણ સાથે પૂજન કર્યું,
આ રોપા ને વિધાર્થીઓ તેના ઘરે, વાડી કે ગામમાં વાવી 100 દિવસ સુધી નારાયણ ઉપનિષદ બોલી, તેને પાણી પાઇ ઉછેરશે…
આવા વૃત્તિ નિર્માણ ના કાર્યક્રમ માં ભાવનગર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જનકાટ સાહેબ તેમજ સંસ્થાના પ્રમુખ નાનાભાઈ રોયલા સાહેબ હાજર રહેલ….
આ કાર્યક્રમ દરમિયાન પ્રકૃતિ સંવર્ધનના સાધનો એવા ત્રિકમ, કોદાળી, પાવડા, દાતરડા તેમજ પૃથ્વી માતા નું પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિધાર્થીઓ એ નારાયણ ઉપનિષદ બોલી વૃક્ષોનું પૂજન કરેલ, ડેપ્યુટી કલેકટર સાહેબ દ્વારા પણ વૃક્ષનું પૂજન કરી ત્યાંજ વૃક્ષ રોપવામાં આવેલ…
વિધાર્થીઓ એ પૂજન કરેલ રોપા તે તેઓના ઘરે , વાડામાં કે ગામમાં વાવશે અને 100 દિવસ સુધી તે રોપ ને રોજ નારાયણ ઉપનિષદ બોલી પાણી પાઇ તેનું સંવર્ધન કરશે
આ કાર્યક્રમ માં ડેપ્યુટી કલેકટર જનકાટ સાહેબ તેમજ ટ્રસ્ટ પ્રમુખ નાનભાઈ રોયલા એ વૃક્ષ ની ઉપયોગીતા સમજાવેલ જ્યારે શાળા ના આચાર્ય વનરાજસિંહ પરમારે આ કાર્યક્રમનું મહત્વ તથા આના દવારા વૃત્તિ નિર્માણ કેવી રીતે થાય તે બાબત સમજાવેલ….
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર