કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાતના સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ પોસ્ટ ટ્રસ્ટ માં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશભાઈ સોની ને પદ્મ શ્રી એવોર્ડ અપાતા સાબરકાંઠા સહિત મોટા ભાગના વિસ્તારોમાં ખુશી વ્યાપી છે સમગ્ર દેશભરમાંથી રક્તપિત ના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે જેમાં આજની તારીખે 1051 થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે જેનો સંપૂર્ણ શ્રી સુરેશભાઈ સોની નામના સંચાલકને જાય છે જેઓ તમામ દર્દીઓ માટે મૂછાળી મા બની રહ્યા છે.
નેશનલ હાઇવે નંબર આઠ ઉપર હિંમતનગર થી શામળાજી હાઇવે પર હિંમતનગર થી 30 km ના અંતરે આવેલ સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ નામની સંસ્થા છેલ્લા 35 વર્ષથી નિરંતર રક્તપિત દિવ્યાંગ તેમજ જેનું કોઈ આધાર ન હોય તેવા સૌ કોઈનો આધાર સ્તંભ બની રહ્યું છે.
સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ ની સ્થાપના ૧૯ ૭૮માં હિંમતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે હાઇવે ઉપર 31 એકર જગ્યામાં નિર્માણ પામી છે જેમાં સુરેશભાઈ સોની નિરંતર સેવાનો ધોધ વહાવી રહ્યા છે સુરેશભાઈ સોની મૂળ નર્મદા જિલ્લાના સિનોર ગામના વતની છે તેમજ વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ છેવાડાના વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા છે
જે આજની સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે જેના પગલે આજે સુરેશભાઈ સોની સહિત સમગ્ર સહયોગ પોસ્ટ ટ્રસ્ટ ના પ્રત્યેક સદસ્યાના ચહેરા ઉપર ખુશીની લહેર ફેલાઇ છે. છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરતી ઉપર માનવતાની મહેક જગાવનાર સુરેશભાઈ સોની ને આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સેવાની કદરરૂપે પદ્મશ્રી એવોર્ડ એના થયું છે
જેની ખુશી સુરેશભાઈ સહિત સમગ્ર સહયોગ પોસ્ટ ટ્રસ્ટમાં દેખાય છે તેમજ લોકો આજે પણ સુરેશભાઈ સોનીને માનવતાના ભગવાન ગણે છે આજે જ્યારે તેમના નામની જાહેરાત પદ્મશ્રી એવોર્ડ માટે કરાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ લોકોની સેવાનો અવિરત યજ્ઞ ચલાવનારની સાચા અર્થમાં કદર અને કિંમત થઈ હોય તે પરિવારજનો માની રહ્યા છે…..