Latest

ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય મંત્રી ભાનુબેન બાબરીયાના વિસ્તારમાં ખાડાઓ કચરાના ઢગ અને ઠેર ઠેર ખડકી દેવામાં આવેલી પેશકદમીઓથી જનતા પરેશાન

જો હાલમાં ભાનુબેન બાબરીયાને ધારાસભ્ય પદેથી હટાવી ફરીવાર  ભાજપા ચુંટણી લાવે અને ભાનુબેન બાબરીયાને ટિકિટ આપે પછી ભલે સી આર પાટીલ, રૂપાલા સાહેબ કે ભુપેન્દ્રભાઈ પટેલ કે મોદી સાહેબ આ સીટ જીવતા ‌મહેનત કરે તો પણ એક લાખ મતથી ભાનુબેન બાબરીયા હારે એવી પરિસ્થિતિ વર્તમાન સમયમાં રાજકોટ ગ્રામીણ વિધાનસભા ૭૧ બેઠક પર જોવા મળે છે

જનતાના કાર્યો ને બદલે માત્ર ફોટાઓ પડાવવામા પ્રખ્યાત સામાજિક અને ન્યાય મંત્રીને પદ પરથી હટાવવા વિપક્ષના નેતાઓની મુખ્યમંત્રીને રજુઆત

મળતી માહિતી મુજબ સમગ્ર વિશ્વમાં ઔધોગિક એકમનુ મોખરાનું હબ ગણાતા શાપર વેરાવળ એ SC/ST અંતર્ગત આવતી વિધાનસભાની સીટ છે આ સીટ પર ભારતીય જનતા પાર્ટીના શેષ નેતાઓને પહેલે થી એક જ બાબરીયા પરિવાર શિવાય કોઈ સારા નેતાઓ દેખાતા ના હોય એમ પરિવારવાદમા ના માનવાવાળો ભારતીય જનતા પાર્ટીએ અહીં પરિવારવાદની માજા મુકી દીધી છે

એકને એક પરિવારમાં ૬ વાર ટિકિટ ફાળવવામાં આવી છે ૩‌ વાર ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયાને ટિકિટ આપી જેમાં તેઓ ૨ વાર જીત્યા હતા ત્યારબાદ એમના પુત્રવધૂ ભાનુબેન બાબરીયાને સતતં ૨ વાર ટિકિટ ફાળવવામાં આવી ત્યારબાદ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી આવેલા લાખાભાઇ સાગઠીયાને ટિકિટ આપવામાં આવી ફરી ૨૦૨૨‌ મા ભાનુબેન બાબરીયાને ત્રીજીવાર ટિકિટ આપી ગુજરાત સરકારના સામાન્ય અને ન્યાય મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે

ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ટિકિટ લાઈક નેતાઓ અને કાર્યકર્તાઓ નેતાઓને ફરીવાર ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો મોહ થયો હતો પરિવારવાદ પ્રત્યેનો ભારતીય જનતા પાર્ટી દ્વારા અહીં તોડી પાડવામાં આવ્યો હતો

આ ટિકિટ પર પરિવારવાદના બળે ટિકિટ પર ચૂંટણી જીતી ગુજરાત સરકારમાં સામાજિક અને ન્યાય મંત્રી તરીકે જવાબદારી નિભાવવામાં ભાનુબેન બાબરીયા સતત ત્રીજી વાર પણ નિષ્ફળ ગયા હોય એમ જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે

કારણ કે પ્રથમ તો શાપર વેરાવળને સંયુક્ત નગર પંચાયત બનાવવા માટેના વાયદાઓ માત્ર કોણીએ ગોળ ચોપડવા જેવી કહેવત જેવા સાબિત થયા છે

જ્યારે ગોંડલ ચોકડી થી રિબડા સુધીમાં નેશનલ હાઇવે પાસેના સર્વિસ રોડના ખાડાઓ,  સર્વિસ રોડ પર ઠેર ઠેર ખડકી દેવામાં આવેલા પેશકદમીઓ, અને કચરાના ઢગનો કોઈ ચોક્કસ રસ્તો હજુ સુધી સામાજિક અને ન્યાય મંત્રી કાઢી સકયા નથી તાજેતરમાં થોડા દિવસ પહેલા સર્વિસ રોડ પર મસ મોટા ખાડાઓમાં રિક્ષાઓ પલટી જતાં માત્ર ચાર ડમપર માટી નાખીને રોડ પરના રસ્તાના કામો પર ઢાંક પીછોડ કરવામાં આવ્યું હતું

પરંતુ માત્ર એક જ વરસાદમાં આ માટી પાણીમાં ગરકાવ થઇ જતા મસ‌ મોટા ખાડાઓમાં ફરી મોટરસાયકલ સવાર તો રોજ બરોજ રિક્ષાઓ પલટી ખાઈ જવા  લાગી છે વળી અહીં ગ્રામ પંચાયત હોવાથી આ વિસ્તારમાં નગરપાલિકા બની શકે એટલી વસ્તી ધરાવતા હોવા છતાં  સંયુક્ત નગર પંચાયત બનાવવા માટેના વાયદાઓ અધૂરા રહી જતા

અહીં ગંદકીના કારણે ઘેર ઘેર માદંગીના ખાટલાઓ છે ત્યારે સારવાર મેળવવા કે કોઇ સગર્ભા સ્ત્રીઓ સુવાવડ કરાવવા રાજકોટ ખાતે જવું પડે છે ત્યારે આ મસ મોટા ખાડાઓમાં રિક્ષાઓ પલટી ખાઇ કે એમ્બ્યુલન્સમા જ સગર્ભા સ્ત્રીઓનૂ સુવાવડ આવે કે કસવાવડ થઈ જાય એ ફરક અહીં ગાંધીનગર સચિવાલય ખાતે બેસી રહેતાં સામાજિક અને ન્યાય મહિલા અને બાળવિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાને પડતો નથી કારણ કે એમણે દરરોજ શાપર વેરાવળના સર્વિસ રોડ પર થી થોડું નિકળવું છે

જો ખરેખર તો ભારતીય જનતા પાર્ટીની એક જ પરિવારનાં સભ્યોને આપવામાં આવેલ ટિકિટ અને વિશ્વાસ અહીં જનતામાં તુટી ચુક્યો છે જનતા હવે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી રહી છે તો વિપક્ષના નેતાઓએ તો ભાનુબેન બાબરીયાના રાજીનામાની માગણી પણ કરી છે તો એવું પણ વિપક્ષના નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે જો હાલમાં ભાનુબેન બાબરીયાને ધારાસભ્ય પદેથી હટાવી ફરી ભાજપા આ રાજકોટ ગ્રામીણ વિધાનસભા ૭૧ બેઠક પર ચૂંટણી લાવે અને ભાનુબેન બાબરીયાને ફરી ભાજપા સરકાર ટિકિટ આપે અને સી આર પાટીલ રૂપાલા સાહેબ કે ભુપેન્દ્રભાઈ પટેલ કે મોદી સાહેબ આ સીટ જીવતા ‌મહેનત કરે

તો પણ વર્તમાન સમય ભારતીય જનતા પાર્ટી ના ભાનુબેન બાબરીયા ૧ લાખ મત થી હારી જાય એવા સંજોગો જોવા મળે છે આ વિસ્તારમાં વિપક્ષના નેતાઓનુ વર્ચસ્વ વધતુ જોવા મળે છે આવનાર વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો વિજયરથ અટકી પડે તો નવાઈ નહી એવું વિપક્ષના નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે

ત્યારે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ વિસ્તારમાં મુલાકાત લઈને આ વિસ્તારની સમસ્યાઓ દૂર કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ આ બાબતે રોડ પરના મોટા મસ ખાડાઓ ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓ અને ઠેર ઠેર ખડકી દેવામાં આવેલી પેશકદમીઓને દુર કરવા એમનો કાયમી ઉકેલ લાવવા ખાસ કરીને શાપર વેરાવળ ઔધોગિક એકમના બન્ને બાજુના સર્વિસ રોડ, નેશનલ હાઇવે પરના બ્રિજ નીચેના મોટા મસ ખાડાઓ કચરાના ઢગલાઓ અને અસંખ્ય માત્રામાં ખડકી દેવામાં આવેલી પેશકદમીઓને દુર થાય તે માટે ભાનુબેન બાબરીયાએ પણ ધ્યાન આપવું જોઈએ એવી જનતામાં માંગણીઓ ઉઠવા પામી છે

રિપોર્ટર રશ્મિ ઠક્કર અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

પાટણ : જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુર તાલુકાના કામલપુર(ધ) ગામે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરી

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ આજરોજ રાધનપુર તાલુકાના…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *