Latest

“રક્ષાબંધન ઉત્સવ” અંતર્ગત ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં ૨ લાખ રક્ષા પોટલીઓ પહોંચાડવામાં આવશે

અંબાજીથી ઉંમરગામ સુધીના વિસ્તારમાં વસતા જનજાતિઓના ઘરે ઘરે પહોંચશે માં અંબાના આશીર્વાદ

અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જનજાતિ કલ્યાણ આશ્રમના ઉપક્રમે કલેકટરશ્રી આંનદ પટેલની ઉપસ્થિતિમાં  “રક્ષાબંધન ઉત્સવ”નો પ્રારંભ કરાયો

      રક્ષા બંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમના સંયુક્ત ઉપક્રમે  ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં માઁ અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેની અંબાજી ખાતે કલેકટરશ્રી આંનદ પટેલની ઉપસ્થિતિમાં “રક્ષાબંધન ઉત્સવ”ની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી બહેનો દ્વારા ઉપસ્થિત કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાને કુમ કુમ તિલક કરી પુષ્ય નક્ષત્રમાં રક્ષા પોટલી બાંધી શુભ શરૂઆત કરવામાં આવી હતી.

      આ અનોખા અભિયાન થકી અંબાજીથી ઉંમરગામ સુધીના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે મોકલવાની માં અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષાપોટલીઓ, માં અંબાના પ્રસાદ તરીકે ૩૦૦ કિલોગ્રામ કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને ૪૫૦ સાડીઓ  અર્પણ કરવામાં આવી હતી.

શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ અંતર્ગત રક્ષાબન્ધન પર્વની ઉજવણીને સાર્થક સ્વરૂપ મળશે. અને સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે તેમજ માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ શુભકાર્યમાં શ્રી હેતલભાઈ રાજ્યગુરુ, રાજકોટ અને શ્રી હુકમભાઈ શેઠ, અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં  આવ્યો છે.


રક્ષાબંધન ઉત્સવના આ અવસરે ક્ષેત્ર મહિલા આયામ પ્રમુખ શ્રી નલીનીબેન મહેતા, પ્રાંત મહામંત્રી શ્રી નરેન્દ્રભાઇ પટેલ , ડૉ હસમુખભાઈ પટેલ સહિત જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું

સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.

ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…

વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….

એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…

1 of 569

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *