Breaking NewsLatest

રામાયણને પકડે તેને અભયમ મળે: મોરારીબાપુ

લાઠીની રામકથા “માનસ શંકર”નો બીજા દિવસે સંપન્ન
લાઠી (તખુભાઈ સાંડસુર દ્વારા)
આજે લાઠીમાં ગવાઈ રહેલી પુ. મોરારીબાપુના વ્યાસને 909મી રામકથા” માનસ શંકર”નો બીજો દિવસ સંપન્ન થયો. કલાપી નગરી લાઠીના આંગણે આરંભાયેલી માનસ શંકર દિવસેના બીજા દિવસે કથાના પ્રારંભેના પ્રતાપગઢ ગામના વતની અને અમદાવાદની ચાંદખેડામાં લેબોરેટરી ધરાવતાં યુવા વૈજ્ઞાનિકશ્રી અભિજીત સતાણી કે જેઓએ માનવ મગજના સૂક્ષ્મ અવશેષો ઉપર વિશેષ સંશોધનો કરેલાં છે.

તેનું ખાસ સન્માન કરવામાં આવ્યું. તેઓ જે રીતે કામ કરી રહ્યાં છે તે ભારત માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેવો સુર વ્યક્ત થયો. મોરારીબાપુએ તેમને સુભાષિશ આપીને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું અને શ્રી સતાણીએ પણ પોતાનો પ્રસન્નભાવ વ્યક્ત કર્યો.

આરંભે શંકર પરિવારના યુવા ઉદ્યોગપતિ શ્રી નિકુંજભાઈ શંકરે જણાવ્યું કે યુવાન ઉંમરે વિદેશમાં ભણતાં ભણતાં પણ પોતે કથા સાંભળતાં હતાં. તેમાંથી જીવનનું ભાથું મેળવતાં હતાં.તેવી લાગણી પ્રગટ કરીને સૌને આવકાર્યા હતા.ભાગવતાચાર્ય પુ.શ્રી રમેશભાઈ ઓઝા કથામાં ઉપસ્થિત રહી શક્યાં નહોતાં પરંતુ ટેકનોલોજીના માધ્યમથી તેઓએ વિડિયોથી સૌને સંબોધન કર્યું.આ કથાના ભગવતકાર્ય માટે શંકર પરિવારને ખૂબ જ શુભેચ્છા આપી.કથાને પ્રેરણાપથ ગણાવી હતી.

મોરારીબાપુએ આજની કથામાં શિવ તત્વના મહત્વનો વિશેષ સંવાદ કર્યો. શિવ સતીને જે કથા સંભળાવે છે.બાપુએ કહ્યુ કે શિવજીના 100 નામો છે અને તે શાસ્ત્રોક્ત છે આપણાંથી જેટલો નામ જપ થઈ શકે તેટલાં આપણે કલ્યાણના માર્ગે આગળ વધી શકીએ. નારદનું ઉદાહરણ પોતાની ભૂલો સમજવા માટે પૂરતું છે.

માણસે છ સમયે ક્રોધ ન કરવો જોઈએ.ગુસ્સો આવે ત્યારે નિર્ણય ન થઈ શકે, ભૂખ્યા હોઈએ ત્યારે પણ અને પૂજાપાઠ કરતાં સમયે પણ ગુસ્સાને ટાળવો જોઈએ. તે જ રીતે બહારગામથી આવીને, ભોજન કરતી વખતે અને શયનમાં જતી વખતે પણ ગુસ્સાને ટાળવો જોઈએ.શિવનું નામ જો આપણે ઉચ્ચારીએ તો ભવના ફેરા ટળે.સુખની જન્મભૂમિ એ શિવ ચરણમાં બેસવાથી કે તેના આશ્રયે જવાથી પ્રાપ્ત થાય.રામ મહામંત્ર વેદનો પ્રાણ છે. કોઈપણ શરત વગર રામનામ લેવાથી પરિણામ સુધી પહોંચી શકાય છે.

ચાર પીઠ ખૂબ મહત્વની છે. જ્ઞાનપીઠ,ઉપાસનાપીઠ, કર્મપીઠ, અને શરણાગતિપીઠ.તુલસીજીએ ચાર પીઠમાં કથા કહી સંભળાવી છે. શરણાગતિના નામે આપણે પ્રમાદી ન થઈએ તેની પણ સાવધાની રાખવી જરૂરી છે.

જે નિમિત માત્ર બની શકે તે કોઈપણ કાર્ય નિમિશમાત્ર એટલે કે આંખના પલકારામાં પૂરું કરવા માટે સમર્થ થઈ શકે. આ કથાએ નિયતિએ માત્ર શંકર પરિવારને એક નિમિત બનીને નિમિશમાત્ર બને તેવો રૂડો રાજીપો વ્યક્ત કરીએ છીએ. કથા એ હું નક્કી કરતો નથી પરંતુ અસ્તિત્વ નક્કી કરે છે.

લાઠીના ગગનમાં હરી ઈચ્છાથી આ ચોપાઈઓ ગવાવાની હશે તેથી શંકર પરિવાર આ સમયે નિમિત બન્યો.જે રામાયણને પકડે એ અભયમ પ્રાપ્ત કરે.દૈવીગુણોની જનેતા એ રામકથા છે. માનસમાં ચાર વખત અહિંસાનો ઉલ્લેખ છે.ધર્મ અર્થ અને કામ અને મોક્ષ. બાપુએ શિવ ચરિત્રની કથા અને મહત્વથી આજની કથાને વિરામ આપ્યો.

@શંકર પરિવારના સભ્યો કથા દરમિયાન દરરોજ નક્કી કરેલા રંગ આયોજનના પોશાકો ધારણ કરે છે. તે કથાવિશેષનું કેન્દ્રબિંદુ બની રહે છે.આજના ડ્રેસ કોડનો રંગ એ કોફી કલર હતો.આબાલ વૃધ્ધ સૌએ એક સરખાં રંગનો પોષાક ધારણ કર્યો હતો.

@રામકથાના સ્ટેજનું આયોજન અને નિર્માણ અમરેલીના મહિલા ગૃહ ઉદ્યોગના ખૂબ જાણીતા ડિઝાઇનર શ્રી વિઠ્ઠલભાઈ બાંભરોલીયા એ કરેલું છે. તેની ડિઝાઇન પાછળના ભાગમાં દરરોજ વિશેષ રીતે બદલાતી રહે છે.

@આજની કથામાં નિલેશભાઈ માંડલાવાલા કે જેઓ લાઈફ ડોનેટ ક્લબ સુરતના ફાઉન્ડર છે. તે ઉપરાંત અનુભાઈ તેજાણી તથા ડાયમંડ ઉદ્યોગના ઉદ્યોગપતિઓ સવજીભાઈ અને તેમના પુત્રો વગેરે વિશેષ ઉપસ્થિતિ હતાં.

@આર.જે દેવકી અભિનિત નાટકનું આજે રાત્રે મંચન થયું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી ગુજરાત તુરી બારોટ સમાજનું ગૌરવ વધારતા અંજનાબેન પરમાર

પાટણ, સંજીવ રાજપૂત: પાટણ ખાતે વર્ષો સુધી તલાટી તરીકે ફરજ બજાવી ચૂકેલા દિવંગત…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *