Crime

રાયોટીગના ગુનાના નાસતા ફરતા ૫ આરોપીને અમદાવાદ ખાતે પકડી પાડતી DYSP સ્પેશિયલ સ્કોડ ,,,

ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના ૩૦૭ અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે તારીખ ૨૭.૧૧.૨૦૨૨ ના રોજ શહેરમા બનેલ રાયોટીગ તથા ૩૦૭ ના ગુનાના આરોપીઓ પૈકી ૩ મહીલા અગાવ પકડાય ગયેલ હતી પરંતુ પોલીસને ચકમો આપી ૫ પુરુષ આરોપી નાશી છુટ્યા હતા

પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી પરંતુ પોલીસ પક્કડ થી દુર થતા આરોપીઓને પકડી પાડવા ગુજરાત કરણી સેના તથા હિંદુ સંગઠનોના આગેવાનો લોકો દ્વારા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત તથા મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાંરે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે હુમનસોસીસ તથા ટેકનીકલ ષોસીસના આધારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સ્પેશિયલ સ્કોડની ટીમ દ્વારા અમદાવાદ ના ફતેવાડી વિસ્તારના ફતેટાવરને કોર્ડન કરી પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા

પોલીસે મોહશીનભાઈ ઉસ્માનભાઈ સુમરા , તોસીફ ઉસ્માન સુમરા , ફેજલ ફિરોઝ પઠાણ , વશીમ નાશીરખાન પઠાણ અને મોહશીન મહેબૂબ મંડલી આ તમામ આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે કલમ ૩૦૭ , ૩૨૩ ,૩૨૬ , ૩૫૪ ,૫૦૪ , ૫૦૬, ૪૫૨, ૪૦૩ , ૧૪૩ , ૧૪૭, ૧૪૮ , ૪૯ , ૪૨૭ તથા એમ.વી એક્ટ કલમ ૨૭૯ અને જીપીએકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધાયેલ હતો

જયારે આરોપીના ગુનાહીત ઈતિહાસ વિશે વાત કરીએ તો ફૈજલ ફિરોજ પઠાણ , વશીમ નાશીરખાન પઠાણ અને મોહસીન મહેબૂબ ભાઈ મંડલી વિરુદ્ધ અગાવ પણ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુના નોંધાઈ ચુક્યા છે હાલ તો તમામ આરોપીઓને હસ્તગત કરી ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે લાવી વધુ પુછપરછ સાથે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી.

રિપોર્ટ દિનેશ ગાંભવા સુરેન્દ્રનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *