તલગાજરડા (તખુભાઈ સાંડસુર દ્વારા)
15મા રાષ્ટ્રપતિપદે ચુંટાયેલા સુશ્રી દ્રોપદીજી મુર્મુને પુ.મોરારિબાપુએ નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યાં છે.
બાપુએ જણાવ્યું કે આદરણીય દ્રૌપદીજી મુર્મુજી ભારતની પુત્રી અને પ્રથમ આદિવાસી મહિલા તરીકે ભારતના 15માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા છે. એક સાધુ તરીકે હું ખૂબ જ ખુશ છું અને વ્યક્તિગત રીતે હું ગર્વ અનુભવું છું.તેઓને અભિનંદન પાઠવું છું.
હું શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપને દેશની મહાન સેવા કરવાની શક્તિ, સામર્થ્ય પ્રાપ્ત થાય અને સમગ્ર રાષ્ટ્રને તેનું ફળ મળે. ફરી એકવાર હું મારી ખુશી વ્યક્ત કરું છું.