Latest

દોલત અનંત વળીયા સ્કૂલ ભાવનગર ખાતે બ્લડ ગ્રુપિંગ કેમ્પ તથા રુબેલા વેકસીનેશન કેમ્પ યોજાયો

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા તારીખ:27 જૂન ના રોજ શ્રી. દોલત અનંત વળીયા સ્કૂલ, શાસ્ત્રીનગર, ભાવનગર ખાતે જુનિયર રેડક્રોસ ની પ્રવૃત્તિ અંતર્ગત બ્લડ ગ્રુપિંગ કેમ્પ તથા રુબેલા વેકસીનેશન કેમ્પ યોજાયો હતો,

આ શાળામાં જુનિયર રેડક્રોસ યુનિટ કાર્યરત છે, શાળાના આચાર્યશ્રી તેમજ કન્વીનર શ્રી.કાનજીભાઈ બલદાણીયા ખુબજ સારી રીતે જુનિયર રેડક્રોસની પ્રવૃતિઓ દર વર્ષે કરી રહ્યા છે,

આજના કેમ્પ દરમિયાન કુલ 163 વિદ્યાર્થીઓનું બ્લડગ્રુપિંગ કરવામાં આવેલ તેમજ 70 દીકરીઓને રુબેલા વેક્સીન આપવામાં આવેલ અને વેકસીનથી માહિતગાર કરવામાં આવેલ.શાળાઓ શરૂ થતાં પ્રતિ વર્ષ ની જેમ રેડક્રોસ સંચાલિત જુનિયર રેડક્રોસ માં ભાવનગર જિલ્લા ની શાળાઓ ને જોડાવા માટે રેડક્રોસ નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા માટે નિમંત્રણ આપવા માં આવે છે જેના ભાગરૂપે વર્ષ દરમ્યાન રેડક્રોસ દ્વારા શાળા ઓ માં અનેક આરોગ્ય ને સેવા ની પ્રવૃતિઓ કરાવવા માં આવી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 273

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *