રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદથી રૂ.૮૫ હજાર કરોડની ૬ હજાર રેલ પરિયોજનાઓનું ઈ-શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રૂ.૮૫ હજાર કરોડથી વધુની ૬ હજાર જેટલી રેલપરિયોજનાઓનુંઈ-લોકાર્પણ-શિલાન્યાસ કર્યું હતું. અને ૧૦ નવી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરાવી હતી. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઉધના રેલવે સ્ટેશન ખાતે ‘એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ’ અને ઉધના રેલવે ગુડ્સ શેડનું લોકાર્પણ કરાયું હતું.
વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ’માં સ્થાનિક કારીગરોના હસ્તકલા ઉત્પાદનોને ગ્રાહકો તેમજ વિશાળ સુગમ બજાર મળી રહેશે. અને તેમને રોજગારીના અવસરો મળશે. રેલવે યાત્રીઓને લોકલ ઉત્પાદનો ખરીદવામાં સરળતા થશે.
અમદાવાદમાં આયોજિત મુખ્ય કાર્યક્રમનું દેશના ૭૬૪ સ્થાનો પર જીવંત પ્રસારણ કરાયું હતું. ઉધનામાં ઉપસ્થિત ડે.મેયર નરેન્દ્ર પાટીલ, શહેર પક્ષ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, ભારતીય રેલવે પીએસીના મેમ્બર છોટુભાઈ પાટીલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, ઉધના રેવલે સ્ટેશનના અધિકારી-કર્મચારીઓએ ઉપસ્થિત રહીને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.