Latest

ધનસુરા ની રમોસ પ્રાથમિક શાળાના શ્રી છાયાબેન આર પટેલ નું ચિત્રકૂટ એવોર્ડ થી સન્માન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પુણ્ય ભૂમિ તલગાજરડા ખાતે ચિત્રકૂટ આશ્રમ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત શ્રી છાયાબેન રમેશભાઈ પટેલ ઉપ શિક્ષક રમોસ પ્રાથમિક શાળા તાલુકો- ધનસુરા ,જિલ્લો- અરવલ્લી ને પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ ના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જે સમગ્ર અરવલ્લી જિલ્લા માટે ગૌરવ અને આનંદની બાબત છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ અને પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તેમજ ભાવનગર જિલ્લાના શિક્ષણાધિકારી વગેરે હાજર રહ્યા હતા.

બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ભાવના વાળા શ્રી છાયા બહેન પટેલ દ્વારા ચિત્રકૂટ એવોર્ડમાં મળેલ ૨૫,૦૦૦ ની રકમ પ્રાથમિક શાળાના વિકાસ માટે ભેટ આપવામાં આવી હતી.

તેથી રમોસ પ્રાથમિક શાળા પરિવાર એસ.એમ.સી પરિવાર અને સહુએ અભિનંદન પાઠવ્યા હતા.તેમની કર્તવ્ય પાલનતા માં નિસ્વાર્થ સિંહફાળો સમગ્ર શિક્ષણ જગત ને દીવાદાંડી રૂપ બની રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *