આર એમ પી એસ ફલાયિંગ ફલાઈંગ કિડ્સ પ્રિસ્કૂલ , ની ત્રણેય શાખાઓ (દીવા, અંડાડા તથા જી આઇ ડી સી બ્રાન્ચ)નાં સમન્વયે શાળાનો ૫ મો વાર્ષિક સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ મંઝિલ પર્વરિશતે (પરવરિશ અને રિસ્તે)ની થીમ પર યોજવામાં આવ્યો હતો. જેમાં બાળક જન્મે ત્યાંથી કયા કયા સંબંધો અને જીવનવન બંધાય છે.અનું મહત્વ સમજાવતાં કૃતિઓ બાળકો શાળાના વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી.
શાળા ના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલી તથા NEP -૨૦૨૦ ને અનુલક્ષી ને શાળા ની સૌ પ્રથમ પુસ્તક “એન્જલ માઇન્ડસ્” નું અનાવરણ કરવામાં આવ્યું. જેમાં શાળા ના શિક્ષકોની મેહનત અને સમર્પણ ઝલકી ઉઠ્યું.
આ કાર્યક્રમ માં મુખ્ય મેહમાન તરીકે ડો.જાનકી મિઠાઇવાલા (ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર વિજેતા)
શ્રી રશ્મિન શાહ (પૂર્વ હેડ પેલોડ ઈન્ટિગ્રશન ઓડિટસ ડિપાર્ટમેન્ટ ISRO અમદાવાદ)
વિષશ આમંત્રિત શ્રી નિલેશ સોની (પૂર્વ સાઈન્ટિસ્ટ એન્જિનિયર અસ.જી સ્પેસ એપ્લિકેશન સેન્ટર isro અમદાવાદ)
શ્રી આનંદ ચૌધરી (પોલીસ ઇનપેક્ટર sog ભરૂચ )
શ્રી નીતિન પટેલ (ટાઉન પ્લાનર BAUDA ભરૂચ જિલ્લા)
શ્રી પ્રકાશ મોદી (પ્રમુખ સમસ્ત મોઢ ઘાંચી પંચ અંકલેશ્વર)
અને શાળાના ટ્રસ્ટી ગણ .શ્રી રાકેશ જૈન , શ્રી મહાવીર જૈન , શ્રી સચિન જૈન , ઓપરેશન હેડ શ્રી દર્શન જૈન. આર એમ પી એસ ઇન્ટરનેશનલ ના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી મેલરોય મેકડોનાલ્ડ તથા આર એમ પી એસ ફલાયિંગ કીડસ ના પ્રિન્સિપાલ મિસ અર્ચના નેગી પટેલ.. ઉપસ્થિતિ રહ્યા હતા..
આ વાર્ષિક સમહરોહ માં શાળા માં અભ્યાસ કરતા બાળકના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી મેહનત ખુબ બિરદાવવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, ભરૂચ.