Latest

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

આણંદ, મંગળવાર :: જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી આણંદ ખાતે રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે તમામ જરૂરી માપદંડોનું પાલન થાય તે જોવાં સબંધીત વિભાગને સૂચન કર્યું હતું.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ બેઠકમાં ગામડી ઓવરબ્રિજ- રોંગ સાઈડ ડ્રાઈવીંગ બાબત, બોરસદ-તારાપુર માર્ગ ઉપર વાહનોની રોંગ સાઇડ અવરજવરના કારણે વધુ અકસ્માત સર્જાતા હોઇ તે અંગે જરૂરી પગલા લેવા બાબત અને બોરસદથી રાસ- ધુવારણ તરફના માર્ગ ઉપર વારંવાર અકસ્માત સર્જાતા હોઇ આઈઆરસી નિયમો મુજબની કામગીરીની સમીક્ષા જેવાં મુદ્દાઓ કલેક્ટરશ્રી સમક્ષ રજુ કર્યા હતાં. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધીત વિભાગને જરૂરી સૂચના આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ.દેસાઈ, આણંદ પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, બોરસદ પ્રાંત અધિકારીશ્રી હેતલ ભાલીયા, ખંભાત પ્રાંત અધિકારીશ્રી નિરુપા ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી, મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિત અન્ય સબંધિત વિભાગ-ક્ચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *