અરવલ્લી
સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો તેમજ પશુપાલકો ની જીવાદોરી સમાન સાબરડેરી ના ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલ ની 76 માં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાજયકક્ષાના સ્વતંત્રતા દિન ની ઉજવણી મોડાસા ખાતે ના એટહોમ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે શાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન થી બંને જિલ્લા ના પશુપાલકો તેમજ સાબરડેરી ના બોર્ડ ઓફ ડિરેકટેરો અને સાબરડેરી ના અધિકારીઓ ,કર્મચારીઓ માં ખુશી અને આનંદ છવાયો હતો તાજેતરમાં સાબરડેરી માં પ્રધાનમંત્રી ના હસ્તે બે પ્રોજેકટ એક પાવડર પ્લાન્ટ નું લોકાર્પણ અને ચીજ પ્લાન્ટ નું ખાતમુહૂર્ત ભારત ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે કરવામાં આવ્યું હતું જેથી ખેડૂતો માટે ખુબજ લાભદાયી પ્રોજેક્ટ છે
સાબરડેરી દ્વારા અનેક સેવાકીય કર્યો પણ કરેછે કોરોના સમયે વિના મૂલ્ય માસ્ક સેનેટાઇઝર તેમજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા ના સેવાઓ આપી હતી કોરોના સમયે દૂધ ઉત્પાદક નું દૂધ એકપણ દિવસ બંધ નહીં રાખી બે વર્ષ સુધી કપરાકાળ માં દર દસ દિવસે દૂધ નું પેમેન્ટ આપ્યું એક પણ સમેયે વિલંબ નથી કર્યો ચાલુ સાલે પશુપાલકો ને નફો પણ ખૂબ સારો આપી ઇતિહાસ સર્જ્યો છે ત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવતા દૂધ ઉત્પાદકો માં આનંદ છવાયો