કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબર ડેરી ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબજ આનંદ ઉલ્લાસ પૂર્વક કરાઈ હતી . સાબર ડેરીના માનનીય મેનેજીંગ ડીરેક્ટર શ્રી સુભાષભાઈ પટેલ દ્વારા દ્વ્જ ફરકાવી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ. કાર્યક્રમમાં તમામ વિભાગોના વડા,કર્મચારીઓ, સીક્યુરીટી સ્ટાફ,કામદાર તેમેજ સ્ટાફ કોલોનીમાં રહેતા સ્ટાફ પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહેલ.
આ પ્રસંગે મેનેજીંગ ડીરેક્ટરે દેશમાં સુશાસન જળવાઈ રહે અને દરેક નાગરિકને પોતાન હક મળે અને સાથે તેની ફરજોની તેને જાણકારી મળે તે હેતુથી ભારતનું બંધારણ વર્ષ ૧૯૫૦થી અમલમાં આવ્યાની યાદગીરીમાં આ દિવસ ઉજવવામાં આવે છે
તેમ આપણે પણ સહકારી સંસ્થાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરી પશુપાલકોનો સામાજિક અને આર્થિક રીતે સર્વાંગી વિકાસ થાય તેમજ ખેતી અને પશુપાલનના વ્યવસાય થકી તેમની આવક બમણા કરતા પણ વધુ થાય અને ઉપભોગતાઓને ઉતમ ગુણવત્તાના “અમૂલ”ના મિલ્ક,બેકરી મીઠાઈ અને “સાબર” બ્રાન્ડના નમકીન વગેરે પ્રોડક્ટો મળી રહે તે માટે શ્રેષ્ઠ કામગીરી કરવા સંઘના તમામ કર્મચારીઓને હાકલ કરેલ.સાથે સાથે સાબરડેરી પણ પોતાની સ્થાપના થયેથી ૬૧ વર્ષની યાત્રામાં દૈનિક પાંચ હજાર લીટર થી આજે અંદાજીત પચાસ લાખ લીટર દૂધ સંપાદનની સિદ્ધી સુધી પહોંચેલ છે.જે માટે સંઘમાં વિશ્વાસ ધરાવતા પશુપાલકોનો સંઘ આભારી છે તેમ જણાવેલ.
આજે વિશેષમાં સાબરકાંઠા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO )વિભાગ દ્વારા સાબરડેરી સાથે સયુંતક ઉપક્રમે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવેલ .જેમાં કચેરીના વડાશ્રી તપન મકવાણા સાથે હાજર ઇન્સ્પેકટર શ્રી જે.એમ દેસાઈ અને શ્રી સાગર વાગડિયા દ્વારા માર્ગ સલામતી ,વેહિકલની સલામતી ,ટ્રાફિકના રૂલ્સ ,ટ્રાફિક સાઈન,અકસ્માત બાબતેના કાયદા ,ગુડ સમય રીટર્ન અને અન્ય વીમા યોજનાઓ વગેરની ખૂબ ઉમદા માહિતી આપેલ.તેમજ ટ્રાફિકના નીયમોના પાલન બાબતે હાજર સૌ કોઇથી પ્રતિજ્ઞા લેવડાવેલ
વિશેષમાં સંઘ ખાતે નજીકના સમયમાં બોઈલર વિભાગમાં અકસ્માત થયેલ ત્યારે CPR પદ્ધતિથી ઈમરજન્સી સારવાર આપી બે કામદારોના જીવ બચાવનાર સંઘના મેડીકલ ઓફિસર શ્રી જતીનભાઈ કે.પટેલનું મેનેજીંગ ડીરેક્ટર દ્વારા સન્માન કરવામાં આવેલ. શ્રી જતીનભાઈ દ્વારા આ બાબતે CPR આપવામાં ઉપયોગી થઈ શકે એવા બ્રીથીંગ એપ્રેટસનું ડેમોન્સ્ટ્રેશનઆપવામાં આવેલ.
તમામ વિભાગોના વડા, કર્મચારીઓ, સીક્યુરીટી સ્ટાફ, કામદાર તેમેજ સ્ટાફ કોલોનીમાં રહેતા સ્ટાફ પરિવારજનો અને RTO અધિકારીઓનો અંતે સંઘના સીનયર મેનેજર શ્રી એન.એલ.પટેલ આભાર માનેલ .